સુરતમાં મહિલાએ જાહેરમાં પોલીસ સાથે મારામારી કરી અને થઈ ગઈ બેભાન, પછી શું થયું જાણો

સુરતમાં સલાબતપુરા પોલીસ મથકની હદમાં મહિલાએ પોલીસ કર્મચારી સાથે મારામારી કરી હોવાનો બનાવ બનવા પામ્યો છે. મારામારી કર્યા બાદ મહિલા બેભાન જેવી થઈ ગઈ હતી અને એક તબક્કો સ્થળ પર ભારે ટેન્શન ઉભું થઈ જવા પામ્યું હતું.

વિગતો મુજબ સલાબતપુરા મેઈન રોડ પર મહિલા પોતાની કારમાં જઈ રહી હતી. ટ્રાફિક પોલીસે મહિલાને અટકાવી હતી. મહિલાની કાર પર બ્લેક ફિલ્મ લાગેલી હતી. પોલીસે મહિલાને અટકાવી હતી અને દંડ ભરવાની વાત કરી હતી. દંડ ભરવાની વાતથી ઉશ્કેરાયેલી મહિલા પોલીસ સાથે જીભાજોડી પર ઉતરી આવી હતી અને બાદમાં પોલીસ સાથે મારામારી કરી હતી.

વીડિયોમાં દેખાય છે તેમ મહિલા પોલીસ પર હાથ ઉગામે છે અને પળવારમાં તે બેભાન જેવી હાલતમાં રસ્તા પર પડી જાય છે. મહિલાને ઉઠાવીને હોસ્પિટલમા લઈ જવા માટે 108ને કોલ કરવામાં આવે છે. પણ તે પહેલાં મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ઘટના અંગે સલાબતપુરા પોલીસે પોલીસ કર્મચારીની ફરીયાદ લઈ મહિલ સામે ફરીયાદ દાખલ કરી છે.