ભાજપ-શિવસેનામાં બળવાખોરી, ફાટ્યો અસંતોષનો જ્વાળામુખી, જાણો કોણ ફાટ્યો છે આડો?

શિવસેના હેડક્વાર્ટર માતોશ્રીએ ભાજપ સાથેની 50-50 ટકા સીટ વહેંચણીની ફોર્મ્યુલા અંગે સદંતર મૌન જાળવી રાખ્યું છે. સેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પોતાના નિવાસે સહયોગીઓ અને કાર્યકરો સાથે મીટીંગ કરી હતી અને નવા સાથીઓને આવકાર્યા હતા.

મહારાષ્ટ્ર ભાજપમાં શિવસેના અને ભાજપ વચ્ચે જોડાણ થયું હોય પણ કઈ બેઠક પર થયું છે તે સ્પષ્ટ કરાયું નથી. ભાજપે શિવસેના ગઢ ગણાતી બેઠકો પર પણ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, જ્યાર કેટલીક જગ્યાએ પેરાશૂટ ઉતારવામાં આવતા ભાજપ અને સેનામાં બળવાખોરી થવાના એંધાણ જોવા મળી રહ્યા છે.

પૂણેની કોઠરૂડ સીટ પરથી ભાજપના નંબર-ટૂ નેતા ચંદ્રકાંત પાટીલને ટીકીટ આપવામાં આવી છે. જ્યારે સીટીંગ ધારાસભ્ય મેઘા કુલકર્ણીએ પોતાની હૈયાવરાળની પાર્ટીના નેતાઓને જાણ કરી દીધી છે. એનસીપીએ મેઘા કુલકર્ણીને ટીકીટ આપવાની તૈયારી દર્શાવી છે.

ચંદ્રકાંત પાટીલની ઉમેદવારી ભાજપ માટે નાજુક મામલો બની શકે છે. હાલ તેઓ મહારાષ્ટ્રના મંત્રી મંડળમાં નંબર-ટૂની પોઝીશન પર છે અને મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ પણ છે.

નાગપુરના ભાજપના ધારાસભ્ય સુધાકર કોહલે પણ આક્રમક મૂડમાં જણાય છે. ભાજપે તેમને ટીકીટ આફી નથી અને ટીકીટ આપવાનો ઈન્કાર કર્યો છે.

ભાજપના રાયગઢ યુનિટમાં પણ હોબાળો મચી ગયો છે, કારણ કે ભાજપના કાર્યકરો રાયગઢની સાતમાંથી ચાર વિધાનસભા બેઠકો ઇચ્છતા હતા. શિવસેનાને પાંચ બેઠકો ફાળવી દેવાઈ છે, અને ભાજપ માટે બે બેઠકો છે.

ભાજપ માટે ઉરણમાં પણ મોટી મોકાણ સર્જાઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા મહેશ બાલ્ડીએ શિવસેનાના મનોહર ભોઈર વિરુદ્વ ઉમેદવારી કરી છે. હજુ પણ ભાજપના કાર્યકરો બળવાના મૂડમાં જણાઈ આવી રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે, દક્ષિણ મુંબઈના ભાજપના દિગ્ગજ નેતા રાજ પુરોહિતને પણ પડતા મૂકવામાં આવે તેવી શક્યતા છે. પાછલા બે દાયકાથી રાજ પુરોહિત રાજસ્થાની મેવાતી કોમ્બિનેશન પણ જીતતા આવ્યા છે.

નિતેશ રાણેને ભાજપ તરફથી મંજૂરી મળવાની સંભાવના છે, જ્યારે શિવસેનાએ જૂના સાથી એવા રાણે પરિવાર માટે “સોફ્ટ સ્પોટ ” બતાવ્યું છે, એમ સેનાના એક કાર્યકારીએ જણાવ્યું હતું. રાણે અને તેમનો પુત્ર ભાજપને કોંકણમાં મજબૂતી આપશે અને શિવસેનાને કાપશે.

શિવસેનાએ હજુ બાન્દ્ર(પૂર્વ)માંથી ઉમેદવારની જાહેરાત કરી નથી. હાલના ધારાસભ્ય તૃપ્તિ સાવંતના બદલે માતોશ્રી મુંબઈના મેયર વિશ્વનાથ સાવંતને ટીકીટ આપવા વિચારણા કરી રહી છે. સ્થાનિક શિવસૈનિકોએ તૃપ્તિ સાવંત સામે વિરોધ કરી રહ્યા છે. તૃપ્તિ સાવંતે ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન લોકો સાથે સંપર્ક ગુમાવી દીધો હોવાનો આરોપ શિવસૈનિકો કરી રહ્યા છે.

ભાંડુપ વિધાનસભા બેઠક પણ લટકી ગઈ છે કારણ કે સેના હજી બેઠક ઉપર ધારાસભ્ય અશોક પાટીલને ચાલુ રાખવા કે રમેશ કોરગાંવકરની ઉમેદવાર બનાવે છે તે જોવાનું રહે છે. કોરગાંવકર લાંબા સમયથી સેનાના કોર્પોરેટર છે.