હરિયાણામાં ભાજપ-અકાલી દળ વચ્ચે છેક છેલ્લી ઘડીએ ભંગાણ, હવે આ પાર્ટી સાથે થશે ગઠબંધન

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન નહીં થવાના કારણે શિરોમણી અકાલી દળે બુધવારે જાહેરાત કરી હતી કે હવે તે ઈન્ડીય નેશનલ લોકદળ (INLD) સાથે ગઠબંધન કરશે. અકાલી દળ કેન્દ્રમાં મોદી સરકારને સમર્થન આપી રહી છે.

કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએના સહયોગી પક્ષ અકાલી દળે હરિયાણામાં ભાજપ સાથેના સંબંધો પૂર્ણ કરી દીધા છે. હવે કલાવલીના તેના એક માત્ર ધારાસભ્ય બલકૌરસિંહે પણ ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. 2014ની ચૂંટણીમાં અકાલી દળ- INLD સાથે ચૂંટણી લડ્યા હતા. પણ બાદમાં 2017માં સતલજ-યમુના લીંક નહેરના મુદ્દે બન્ને વચ્ચેનું જોડાણ તૂટી ગયું હતું.

બીજી તરફ હરિયાણામાં વિપક્ષ INLDએ બુધવારે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને એલાનાબાદના ધારાસભ્ય અભય ચૌટાલા આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. INLDએ પહેલી યાદી જાહેર કરી હતી.