રિપોર્ટમાં કરાયો ઘટસ્ફોટ: ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્વ થયું તો 10 કરોડ લોકો માર્યા જશે

2025 સુધીમાં ભારત અને પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બની તાકાત વધુ થઈ જશે. જમ્મૂ-કાશ્મીરના મુદ્દે બન્ને દેશો જે પ્રકારે આગળ વધી રહ્યા છે તેમાં બન્ને દેશો વચ્ચે યુદ્વની આશંકા નકારી શકાતી નથી. જો પરમાણુ યુદ્વ થયું તો 10 કરોડ લોકો પોતાના જાન ગુમાવી દેશે.

આ દાવો અમેરિકાના રટગર્સ વિશ્વવિદ્યાલયના રિપોર્ટમાં કરવમાં આવ્યો છે. જમ્મૂ-કાશ્મીરના મુદ્દે જે પ્રકારે યુનોમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પરમાણુ યુદ્વની ધમકી આપી છે તેને જોતાં સમગ્ર વિશ્વની નજર ભારત અને પાકિસ્તાન પર છે અને બન્ને દેશો અંગે સતત રિસર્ચ સામે આવી રહ્યા છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે જમ્મૂ-કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનમાં લપાયેલા આતંકીઓ ભારતમાં હુમલા કરી શકે છે, અને તેમનો ટારગેટ ભારતની સંસદ હોવાની આશંકા છે. 2025માં આ મામલો વધુ ચરમસીમાએ પહોંચી શકે એવી શક્યતા છે. આના કારણે ભારત પાકિસ્તાના સામે જવાબી કાર્યવાહીમાં પીઓકે પર હુમલા કરી શકે છે જે આ બન્ને દેશો વચ્ચે યુદ્વનું કારણ બની શકે છે.

રિપોર્ટ પ્રમાણે ભારત અને પાકિસ્તાન પાસે 10 જેટલા પરમાણુ હથિયાર છે. પણ 2025માં આ આંકડો 200 સુધી પહોંચી શકે છે. એટલે કે બન્ને દેશો પાસે 400-500 જેટલા પરમાણુ હથિયાર તૈયાર થઈ જશે. રિપોર્ટ લખનારા એલેન રોબોર્ટ કહે છે કે જમ્મૂ-કાશ્મીરને લઈ જે પ્રકારે લડાઈ ચાલી રહી છે અને દર મહિને બોર્ડર પર સૈનિકો અને લોકોના જાન જઈ રહ્યા છે તે જંગનું કારણ બની શકે છે.