જાણો હૈદ્રાબાદના નિઝામને મળેલા 306 કરોડ રૂપિયાના કેટલા ભાગલા થશે?  છે 120 વંશજો

હૈદ્રાબાદના નિઝામના ફંડને ળઈ દાયકાઓ પહેલાથી ચાલી રહેલા બ્રિટનની કોર્ટમાં કેસનો ચૂકાદો ભારતની તરફેણમાં આવતા હવે આ સંપત્તિ કેટલા લોકોમાં વહેંચાશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચૂકાદાના અનુસંધાને  હૈદ્રાબાદના આખરી નિઝાન મીર ઉસ્માન અલી ખાનના વંશજોને 306 કરોડ રૂપિયી મળવાના છે. આ રૂપિય સપ્ટેમ્બર 1948થી નેટવેસ્ટ બેન્કમાં રાખવામાં આવ્યા છે. ભારત સરકાર અને નિઝામના 120 વંશજો વચ્ચે આ રૂપિયાના ભાગલા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લંડનથી આવાનારા રૂપિયા નિઝામના વંશજ મુકર્રમ જાહ, મુફ્ફખમ જાહ અને નિઝાનના પૌત્ર તથા નાતીઓ સહિત રિયાસતનો હિસ્સો રહેલા કુલ 120 વંશજો વચ્ચે વહેંચાશે. આ રૂપિયાનો કેટલોક ભાગ ભારત સરકારને પણ મળશે.

નિઝામના નાતી નઝફ અલી શાહ પણ 120 વંશજો પૈકીના એક વારસદાર છે. ભારતના ભાગલા સમયે નિઝામે લંડનની બેન્કમાં આ રકમ જમા કરાવી દીધી હતી અને 70 વર્ષ સુધી આ કેસ ચાલ્યો હતો. ભારત અને પાકિસ્તાન આ કેસ લડી રહ્યા હતા અને પાકિસ્તાન કેસ હારી ગયું હતું.

કેસનો ચૂકાદો આપનારા જસ્ટીસ માર્કસ સ્મીથે કહ્યું કે નિઝામ-7 રૂપિયાના ખરા અધિકારી હતા અને દાવો કરનાર ભારતને આ રૂપિયા મળવા જોઈએ. હવે કોર્ટની મંજુરી મળતા રૂપિયાની વહેંચણી કરવામાં આવશે.