ઈન્ટેલિજન્સ એજન્સીઓનો રિપોર્ટ, દિલ્હીમાં જૈશના આતંકીઓ આવ્યાઃ એલર્ટ જાહેર

પાકિસ્તાનના આતંકી સંગઠને પાટનગર દિલ્હીમાં હુમલો કરવાનો કાવતરું ઘડ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓને આતંકી મસૂદ અઝહરના સંગઠન જૈશ-એ-મોહમ્મદના કાવતરા સાથે જોડાયેલા ઈનપુટ મળ્યા છે. માનવામાં આવે છે કે, દિલ્હીમાં જૈશના ચારથી પાંચ આતંકીઓ આવેલા છે. આ ઈનપુટ પછી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે બુધવાર રાતથી પાટનગર અને આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે.

બીજી બાજુ બીસીએફએ જમ્મુ-કાશ્મીરના અખનૂર સેક્ટરમા આંતરરાષ્ટ્રીય સીમા પાસે અમુક ઘૂસણખોરોની ધરપકડ કરી છે. તેઓ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માંથી ભારતીય સીમામાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતાં હતા. સેનાએ તે ઘૂસણખોરોને પોલીસને સોંપી દીધા છે. આ પહેલાં અમેરિકાના સહાયક રક્ષામંત્રી રેન્ડલ શ્રાઈવરે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ ૩૭૦ હટાવ્યા પછી આતંકીઓ ખૂબ ગુસ્સે થયેલા છે. જો પાકિસ્તાન આતંકીઓને કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહેશે તો આતંકીઓ ભારત પર હુમલો કરી શકે છે. પાક આતંકીઓ પર કેટલી નદર રાખી શકશે તે ચિંતાનો વિષય છે.

ગૃહ મંત્રાલયના રિપોટર્ પ્રમાણે, ૩૦૦ પાકિસ્તાની નાગરિકોને કઘઈ ક્રોસ કરવા માટે તૈયાર કરાયા છે. ઠંડી શરૂ થતા પહેલા પાકિસ્તાન તેમણે એલઓસી પાર કરાવવા માંગે છે. ઈંઇના જણાવ્યા પ્રમાણે, કઘઈ પર ૩૨ પાકિસ્તાની ચેક પોસ્ટ પર આતંકીનો જમાવડો થયો છે. તેઓ પાકિસ્તાની સેનાના સંરક્ષણમાં છે, એટલા માટે વાર વાર ફાઈરિંગ થઈ રહ્યું છે.

પંજાબમાં ડ્રોન દ્વારા હથિયાર મોકલવા અંગે એજન્સીઓએ જણાવ્યું કે આ હથિયાર ગેન્ગસ્ટર્સને મોકલવામાં આવ્યા હતા. ખાલિસ્તાની મૂવમેન્ટના માણસોને પાકિસ્તાનથી ફંડિંગ મળી રહ્યું છે. અમૃતસર એરપોટર્ને સેનાના હવાલે કરી દેવાયું છે. ડ્રોનથી હથિયાર મોકલાવી તપાસ ગઈંઅને સોંપવામાં આવી છે. પંજાબ પોલીસે મંગળવારે રાતે ખાલિસ્તાની આતંકી સાજનપ્રીત સિંહ બિટ્ટાને ઝડપી પાડ્યો હતો. તે પાકિસ્તાની આતંકી રણજીત સિંહ બિટ્ટાના સંપર્કમાં હતો.