સંજય નિરુપમના બાગી તેવર, કરી દીધી આવી મોટી જાહેરાત, કોંગ્રેસમાં સોપો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ ફાળવણીને લઈ કોંગ્રેસમાં બાગી તેવર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના નેતા સંજય નિરુપમે ટીકીટને લઈ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર નહીં કરવાની જાહેરાત કરી છે. નિરુપમે આ અંગે ટવિટ પણ કર્યું છે.

નિરુપમે ટવિટ કરીને જણાવ્યું કે એવું લાગે છે કે હવે કોંગ્રેસમાં મારી સેવાની જરૂર નથી. વિધાનસભામાં મુંબઈ માટે એક જ ટીકીટ માંગી હતી તે પણ આપવામાં આવી નથી. જોકે, મેં કોંગ્રેસ  હાઈકમાન્ડન પહેલેથી જ જણાવી દીધું હતું કે આવી સ્થિતિમાં હું કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરીશ નહીં. આ મારો અંતિમ નિર્ણય છે.

તેમણે કહ્યું કે મને આશા છે કે કોંગ્રેસને ગૂડ બાય કહેવાનો સમય આવ્યો નથી. પણ કોંગ્રેસે મારી સાથે પ્રકારે વ્યવહાર કર્યો છે તે જોતાં એવું લાગે છે કે હું કોંગ્રેસમાં લાંબા સમય સુધી રહી શકીશ નહીં.