જેતપુર મ્યુનિસિપાલિટીમાં 1990માં કર્લક તરીકે ફરજ બજાવતા યોગેશ કેલૈયા નામના વ્યકિતની દાસ્તાન અંત્યંત રોચક છે તો એટલી જ દારુણ પણ છે. 1989માં યોગેશભાઈએ નોકરીની શરૂઆત કરી હતી. નોકરીમાંથી યોગેશ કેલૈયાને પાણીચું આપી દેવામાં આવ્યું. તેમણે લેબર કોર્ટમાં સરકારના નિર્ણયની વિરુદ્વ અરજી કરી હતી. ત્યાર બાદ હાઈકોર્ટમાં પણ પીટીશન ફાઈલ કરી હતી.
28 વર્ષનો સમયગાળો વીતી જાય છે અને યોગેશ કેલૈયા કેસ જીતી જાય છે. આ 28 વર્ષના સમયગાળા દરમિયાન યોગેશભાઈએ શું કર્યું તે અત્યંત પીડાદાયક છે. કર્લકમાંથી યોગેશભાઈ છકડાના ડ્રાઈવર બની જવું. પરિવારજનોનું ભરણપોષણ કરવા માટે યોગેશભાઈએ 28 વર્ષ સુધી છકડાને હંકારવાની કપરી જવાબદારી અદા કરી હતી.
યોગેશભાઈના કુટુંબમાં 100 વર્ષની આયુએ પહોંચેલા તેમના માતા, પત્ની બે બાળકો, પત્ની અને સાળી એમ બધાનું ભરણપોષણ કરવાની જબરી અને કપરી જવાબદારી આવી પડી હતી. કોઈ પણ કારણ વિના યોગેશ કેલૈયાને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. યોગેશભાઈને સસ્પેન્શનના કોઈ પણ સરકારી લાભોથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા.
યોગેશ કેલૈયાએ મ્યનિસિપાલિટીમાં નાકા કર્લક તરીકે નોકરી જોઈન કરી હતી. તેમણે એપ્રિલ-5, 1989થી ડિસેમ્બર-27,1990 સુધી નોકરી હતી, કોઈ પણ પ્રકારના લાભ વિનાના નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા તેમણે કોર્ટનો આશરો લીધો હતો અને ઘરની જવાબદારી પૂર્ણ કરવા માટે છકડો ચલાવી રોજના 200-300 રૂપિયા કમાવી લેવામાં લાગી ગયા હતા.
કોર્ટનો આદેશ આવ્યા બાદ યોગેશભાઈ આનંદિત છે પણ સાથે જીવન જીવવા માટે કરેલો સંઘર્ષ યાદ કરી ભાવવિભોર થઈ જાય છે. તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે સમાજમાં મને ફરીથી સન્માનીય સ્થાન મળ્યું છે અને આ માટે હું કોર્ટનો આભાર માનું છું. હવે જેતપુરના તંત્રવાહકો અનને વકીલ સાથે રહીને નોકરીમાં ફરીથી લાગી જવા માટે કોર્ટનો ઓર્ડર સાથે રજૂઆત કરીશું.