હૈદ્રાબાદના નિઝામના વંશજોને મળશે બ્રિટનની બેન્કમાં જમા અધધધ…આટલા અબજ રૂપિયા, 70 વર્ષ જૂના કેસમાં આવ્યો ચૂકાદો

હૈદ્રાબાદના નિઝામના ફંડને લઈ પાછલા કેટલાક દાયકાઓથી બ્રિટનની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ચૂકાદો આવ્યો છે. બ્રિટનની હાઈકોર્ટે ભારતની તરફેણમાં ચૂકાદો સંભળાવ્યો છે. ભારતના ભાગલા સમયે નિઝામે લંડનની બેન્કમાં રૂપિયા જમા કરાવ્યા હતા. આ ફંડને લઈ બન્ને દેશો વચ્ચે કોર્ટ કાર્યવાહી ચાલી હતી. નિઝામના વંશજ પ્રિન્સ મૂકર્રમ જાહ અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહ આ કેસમાં ભારત સરકારની સાથે રહ્યા હતા. દેશના ભાગલા સમયે હૈદ્રાબાદના સાતમા નિઝાન મીર ઉસ્માન અલી ખાને લંડન સ્થિત બેન્કમાં તે સમયે 1,007,940 પાઉન્ટડ( અંદાજે( 8 કરોડ, 87 લાખ રૂપિયા) જમા કરાવ્યા હતા.

હવે આ રકમ વધીને 35 મિલિયન ડોલર એટલે કે અંદાજે 3 અબજ, આઠ કરોડ, 40 લાખ રૂપિયા થઈ ગઈ છે. આ ભારી ભરખમ રકમ પર બન્ને દેશો પોતાનો અધિકાર દર્શાવી રહ્યા હતા. લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટીસના જજ માર્કસ સ્મીથે પોતાના ચૂકાદામાં હૈદ્રાબાદના સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનના ફંડના માલિક હતા અને તેમના બાદ તેમના વંશજો અને ભારત સરકાર ફંડની દાવેદાર છે. હૈદ્રબાદના તત્કાલીન નિઝામે 1948માં પાકિસ્તાનના રાજદૂતને આ રકમ મોકલી હતી.

ભારતનું સમર્થન કરનારા નિઝામના વંશજ આ રકમ પર પોતાના અધિકાર બતાવી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન પણ આ રકમ પોતાની હોવાનો દાવો કરતું રહ્યું છે. હૈદ્રાબાદના નિઝાન વતી કેસ લડનારા પોલ ડેવિડે  કહ્યું કે અમને આનંદ છે કે કોર્ટે પોતાના ચૂકાદામાં સાતમા નિઝાનની સંપત્તિને તેમના વંશજોની ઉત્તરાધિકારી હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. આ વિવાદ 1948થી ચાલી રહ્યો હતો.