મહાત્મા ગાંધી@150, PM મોદીનું અમદાવાદમાં સંબોધન, કહ્યું” એક વ્યક્તિ-એક સંકલ્પ, 130 કરોડ લોકો લે સંકલ્પ “

PM મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જંયતિએ અમદાવાદ ખાતે સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ પહેલાં તેમણે સ્વચ્છતા માટે ઉત્તમ કામગીરી કરનારા રાજ્યોને એવોર્ડ આપ્યા હતા. સ્વચ્છ, સ્વસ્થ, સમૃદ્વ અને સશક્ત ન્યૂ ભારતના નિર્માણમાં લાગી ગયા હોવાનું PMએ જણાવ્યું હતું.

PM મોદીએ સંબોધન કરતાં કહ્યું કે આજે મહાત્મા ગાંધીની 150મી જયંતિ છે અને સાબરમતિના તટે આવ્યો છું. સાત કરોડ લોકોને ટોયલેટની સુવિધા અને આજે આપણી સફળતાથી વિશ્વ ચકિત છે. પાંચ મહિનામાં 60 કરોડથી વધી વસ્તીને ટોયલેટની સુવિધા ઉભી થઈ છે. 11 કરોડ કરતાં પણ વધારે શૌચાલયનું નિર્માણ વિશ્વને અચંભિત કરે છે.

તેમણે કહ્યું કે મને સંતોષ માતા અને બહેનો અંધારાથી મૂક્ત થઈ છે. મને સંતોષ એ વાતનો છે કે સ્વચ્છતાના કારણે ગરીબના ઈલાજનો ખર્ચ ઓછો થઈ ગયો છે. આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીના અવસર આપ્યા છે. પાંચ કરોડ કરતાં વધુ રોજગારી તકો ઉભી થઈ છે.

PM મોદીએ કહ્યું કે દેશવાસીઓએ ખુલ્લા મને સ્વચ્છતા અભિયાનમાં યોગદાન આપ્યું છે. મહાત્મા ગાંધીએ સ્વચ્છતાના આગ્રહી હતા અને રાષ્ટ્રપિતાના પગલે ચાલીને દેશને શૌચ મૂક્ત બનાવવાનું બીડું ઝડપવામાં આવ્યું. શૌચાલયોનુ નિર્માણ કર્યું છે. આ પરિવર્તનને કાયમી બનાવવાનું છે. શૌચાલયનું ઉચિત ઉપયોગ થાય. આજે પણ લોકો આઘા છે તેમને આ સુવિધાથી જોડવાના છે.

તેમણે કહ્યું કે 2022 સુધી સિંગલ યુઝ પ્લાસ્ટીકથી દેશને મૂક્ત કરવાનું લક્ષ્ય છે. આજે સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ઝડપથી ઘટી રહ્યું છે. ઘણા લોકોએ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવાનો સંકલ્પ લીધો છે. એક વખત ઉપયોગ કરીને પ્લાસ્ટીક ફેંકી દેવામાં આવે છે. આ પર્યાવરણને નુકશાન કરે છે. પ્લાસ્ટીક પર પ્રતિબંધથી પશુધનની સુરક્ષા પણ થશે. સંકલ્પને સિદ્વિ તરફ લઈ જવા માંગી રહ્યા છે. ગાંધીજીના મંત્રને વ્યવસ્થાનો હિસ્સો બનાવ્યો છે.

તેમણે કહ્યું ગાંધીજી કહેતા હતા કે રાષ્ટ્રવાદી થયા વિના આંતરરાષ્ટ્રીયવાદી બની શકાતું નથી. બાપુના સપનોનું ભારત બનાવવા સરકાર સંકલ્પબદ્વ છે. રાષ્ટ્રપિતાના મૂલ્યોને સિદ્વ કરવાનું સંકલ્પ કરે. એક વ્યક્તિ એક સંકલ્પનો આગ્રહ કરું છું. દેશ માટે એક સંકલ્પ કરે. દેશની ભલાઈ માટે એક સંકલ્પ તો જરૂર લે. 130 કરોડ સંકલ્પ દેશની કેટલી મોટ તાકાત બને છે તે જ બાપુને સાચી શ્રધ્ધાંજલિ ગણાશે.