મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે ફિલ્મ અભિનેતા અને સોશિયલ વર્કર એજાઝ ખાને એમઆઈએમના વડા અસસુદ્દીન ઔવેસી પર આકરા પ્રહાર કર્યા છે. એજાઝ ખાનને મુંબ્રા વિધાનસભાની ટીકીટ આપવામાં ન આવતા તે ભડકી ગયો છે અને ઔવેસીને ઘમંડી કહ્યા છે.
એજાઝ ખાને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરી કહ્યું કે અસસુદ્દીન ઔવેસીથી એક ખોટો નિર્ણય થઈ ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સૌથી મોટી સીટ મુંબ્રાની હતી. કોઈ એક મુસ્લિમનું જીતવું અત્યંત જરૂરી હતું. મુંબ્રાથી મારી પાસે એઆઈએમના લોકો આવ્યા હતા. એક-બે વખત મુંબ્રામાં ગયો છું અને આ વસ્તુથી હું વાકેફ ન હતો.
એમઆઈએમની ટીમ મારી પાસે આવી, મુંબ્રા પરેશાન છે. અસદ(અસસુદ્દીન ઔવેસી) અને અકબરભાઈને છોડીને કોઈ પણ ઉભો રહેશે તો હારી જશે. મજલિસ સાથે હું જોડાયો નથી એવું કહેનારા લોકોને મારે એટલું જ કહેવાનું છે કે હું એમઆઈએમથી ત્યારથી જોડાયેલો છું જ્યારથી મેં અસદનો પહેલો વીડિયો સાંભળ્યો હતો. મારી અને એમની વિચાર કરવાની પદ્વતિ એક જ છે. મુસ્લિમોને ઈન્સાફ મળે. અને અમે લોકો લડી શકે.
એજાઝ ખાને કહ્યું કે મને કોઈ શોખ ન હતો. ઈન્ડસ્ટ્રીઝમાં અન્ય લોકો પણ છે.સલમાન ખાન છે અને ખાનો છે પણ કોઈ મુસ્લિમોની સમસ્યા અંગે બોલે છે? મને ચાર વખત જેલમાં નાંખી દેવામાં આવ્યો અને ત્યારે કોઈ અસદભાઈ કે અકબરભાઈ પણ મારી વહારે આવ્યા ન હતા.
તેણે કહ્યું કે મુંબ્રાના લોકો કહી રહ્યા છે કે એજાઝ ખાનને ટીકીટ આપવામાં આવે પણ અસદભાઈએ ખોટો નિર્ણય લઈ લીધો છે. આટલું બધું એરોગન્સ કેમ છે અસદભાઈ? ઈસ્લામમાં કહેવાયું છે કે કોઈ મુસ્લિમ જ્યારે સમાજ માટે કામ કરે તો તેને ટેકો આપે. તમે જ્યારે એકલા ફીલ કરો છો તો તમારી સાથે જોડાવા માંગું છું. હું મુંબ્રામાથી ચૂંટણી લડવા માંગું છું. તમે મારા મોટાભાઈ છો. મુંબ્રાને જીતેન્દ્ર અવાઘ છે. મુંબ્રામાં બાળકો ડ્ર્ગ્સ લઈ રહ્યા છે. મુંબ્રામાં અનેક સમસ્યા છે. તમે જેને ટીકીટ આપી છે તે તેને ઓળખો છો ખરા? અસદભાઈ, તમને શાનો ધમંડ કરો છો? l જેને તમે ટીકીટ આપી છે તે હારી જશે.
તેણે કહ્યું કે આ સીટ પર બધા વેચાઈ ગયા છે. બધાને તમારી જરૂર છે. હું નાનો ભાઈ છું અને હું તમારાથી નારાજ છું. મહેનત કરનારા લોકોની અવગણના કરી અન્યોને ટીકીટ આપી દીધી છે. બુલબુલ શેઠ મુંબ્રાથી લડવાને લાયક નથી. પુરી દુનિયામાં ઈસ્લામને ફેલાવી રહ્યા છો તમને શાનો ઘમંડ છે. એક કુતરાને ટીકીટ આપો છો પણ એજાઝ ખાનને ટીકીટ આપવી નથી.દલિતો સાથે જોડાણ કેમ તોડી નાંખ્યો. દલિત-મુસ્લિમ એકતા તૂટી ગઈ છે અને ભાજપ-શિવસેનાને ફાયદો કરાવી રહ્યા છો. આ બધા સવાલના જવાબો લોકોને આપવા પડશે.