વિધાનસભાની ચૂંટણીનું જ્વર જોરમાં ચાલી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની યાદી જાહેર થતાંની સાથે જ અસંતોષ પણ બહાર આવી રહ્યો છે. ગુજરાતમાં 6 વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે તો હરીયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનું ઘમાસાણ ચાલી રહ્યું છે.
હરિયાણા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરકલહની આગ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના દરવાજા સુધી પહોંચી ગઈ છે. હરિયાણા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક તંવરે નવી દિલ્હી કોંગ્રેસ મુખ્ય ઓફીસની સામે વિરોધ-પ્રદર્શન કરી હરિયાણની સોહના વિધાનસભાની ટીકીટ પાંચ કરોડ રૂપિયામાં વેચાઈ હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.
અશોક તંવર હરિયાણામાં ટીકીટ ફાળવણીને લઈ નારાજ થઈ ગયા છે. તેમણે કહ્યું કે પાછલા પાંચ વર્ષમાં તેમણે પાર્ટી માટે કામ કર્યું છે અને ટીકીટ વહેંચણી દરમિયાન અવગણના કરવામાં આવી રહી છે. જેમણે કોંગ્રેસ વિરુદ્વ કામ કર્યું તેવા નેતાઓનું પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ ખાસ ધ્યાન રાખ્યું છે અને ટીકીટ ફાળવી આપી છે.
હરિયામા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોત તંવર બુધવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરની સામે ધરણા પર બેસી ગયા હતા અને ટીકીટ વહેંચણીમાં મોટાપાયા પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે સોહના વિધાનસભાની સીટ પાંચ કરોડમાં વહેંચી દેવામાં આવી છે. અમે દરેક સ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. જો ટીકીટ ફાળવણીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તો ઉમેદવારો કેવી રીતે જીતી શકશે.