અમિતાભ બચ્ચનનો ધર્મ શું છે?  શા માટે નામ સાથે લખે છે બચ્ચન? જાણો

મેગા સ્ટાર અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેઓ કોઈ ધર્મ સાથે સંબંધ રાખતા નથી. મહાત્મા ગાંધીની જયંતિ પર કૌન બનેગા કરોડપતિના સ્પેશિયલ એપિસોડને હોસ્ટ કરતા અમિતાભે સમાજશાસ્ત્રી બિંદેશ્વર પાઠક સાથે આ વાતને વહેંચી છે અને તે ટેલિકાસ્ટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે શૌચાલય સાફ કરનારાઓ માટે મારા મનમાં ઉંચો દરજ્જો છે.

તેમણે કહ્યું મારું ઉપનામ બચ્ચન કોઈ ધર્મ સાથે જોડાયેલો નથી. કારણ કે મારા પિતા આની વિરુદ્વ હતા. મારી અટક શ્રીવાસ્તવ છે પણ અમે કોઈના પર વિશ્વાસ મૂક્યો નહીં. મને એવું કહેતા ગર્વ થાય છે કે આ પરિવારનું નામ અકબંધ રાખનારી વ્યક્તિ તરીકે હું પહેલો છું.

બિગ-બીએ આગળ કહ્યું કે જ્યારે હું કિંડર ગાર્ડનમાં એડમિશન લઈ રહ્યો હતો ત્યારે મારી અટક પૂછવામાં આવી હતી. તે વખતે મારા પિતાએ નિશ્ચય કર્યો કે અમારી અટક બચ્ચન હશે. જ્યારે વસ્તી ગણતરીના કર્મચારીઓ અમારી ત્યાં આવે છે ત્યારે તેઓ મને મારા ધર્મ અંહે પૂછે છે અને તેમને હું હંમેશ એક જ જવાબ આપું છું કે મારો કોઈ ધર્મ નથી, હું ભારતીય છું.

તેમણે કહ્યું કે મને એં કહેતા જરા પણ શરમ નથી આવતી કે મારા પિતાજી તેમની આજુબાજુની દરેક વ્યક્તિનું સન્માન કરતા હતા. અમારે ત્યાં પરંપરા પ્રમાણે હોળી દરમિયાન સૌથી વડીલ અને સન્માનિત વ્યક્તિના પગને રંગમાં ચોળી હોળીની શરૂઆત કરવામાં આવતી હતી. હોળી ઉત્સવ પહેલાં મારા પિતા હરિવંશ રાય બચ્ચન એવા શખ્સના પગમાં રંગ ચોળતા હતા જે શૌચાલય સાફ કરતી હતી.