ત્રીશુલિયા ઘાટ અકંસ્માત:  મૃતકોના વારસદારોને ચાર લાખની સહાય,CM રૂપાણીની જાહેરાત

ગઈકાલે બનાસકાંઠાના અંબાજી-દાંતા રોડ પર થયેલા ગોઝરા અક્સ્માતમાં 21 લોકોએ જાન ગુમાવ્યા છે. પીએમ મોદી, અમિત શાહ અને સીએમ રૂપાણી સહિત અનેક નેતાઓએ મૃતકોને શ્રધ્ધાંજિલ અર્પી છે.

મુખ્મંત્રી વિજય રૂપાણીએ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેનશીલ માનવીય અભિગમ અપનાવીને અકસ્માતમાં ભોગ બનેલા આણંદ જિલ્લાના પ્રત્યેક કમનસીબ વ્યક્તિઓના  વારસદારોને રૂપિયા ચાર લાખ ની સહાય મુખ્ય મંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.