મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્વ સામી ચૂંટણીએ કાનુની શિકંજો કસાઈ રહ્યો છે. લોક પ્રતિનિધિ ધારા-1951ની કલમ 25 પ્રમાણે સુપ્રીમ કોર્ટે ફડણવીસ સામે કાર્યવાહી કરવાને મંજૂરી આપી છે. ફડણવીસે 2014માં રજૂ કરેલા સોગંધનામાં પોતાની વિરુદ્વનાં બે ફોજદારી કેસોનો ઉલ્લેખ કર્યો ન હતો અને માહિતી છૂપાવી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ દિપક ગુપ્તા અને જસ્ટીસ અનિરુદ્વ બોસને બેન્ચે ફડણવીસ વિરુદ્વ લોતક પ્રતિનિધિની ધારા પ્રમાણે કોર્ટ કાર્યવાહી કરવાને મંજુરી આપી છે.
સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના ચૂકાદાને બાજુએ રાખ્યો હતો અને સતીષ ઉકેએ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. મુખ્ય પ્રધાન ફડણવીસે નાગપુર, દક્ષિણ-પશ્ચિમ, મત વિસ્તાર-22થી 2014માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. તેમણે ચૂંટણી આચાર સંહિતાના નિયમ-1961, 4-A હેઠળ સૂચવેલા ફોર્મ નંબર 26 માં જરૂરી દસ્તાવેજો અને એફિડેવિટ સાથે ઉમેદવારી નોંધાવી હતી.
ફડણવીસે તેમની વિરુદ્વ નાગપુરમાં નોંધાયેલા બે કેસનો ઉલ્લેખ કર્યો ન હતો. મદનલાલ પરાટ નામની વ્યક્તિએ ફડણવીસ વિરુદ્વ ફરીયાદ કરેલી છે. બીજી તરફ, ફડણવીસે દલીલ કરી હતી કે 1951 ના કાયદાની કલમ 125 એ હેઠળનો ગુનો ત્યારે જ રચાય છે જ્યારે સેક્શન 33 એ (1) હેઠળ જરૂરી માહિતી છુપાવવામાં આવે છે અથવા દબાવવામાં આવે છે અથવા ખોટી રીતે સબમિટ કરવામાં આવે છે.