સુરત આવો તો મેરિયોટ ઈન્ટરનેશનલમાં રોકાવા માટે દિલને રોકી શકશો નહીં, મળે છે અદ્યતન સુવિધા

મેરિયોટ ઇન્ટરનેશનલ અને ઓરો હોટેલ્સે તેની સિગ્નેચર મેરિયોટ હોટેલ્સ અને રિસોર્ટ્સ બ્રાન્ડની સુરતમાં પોતાની બીજી હોટેલ ધી સુરત મેરિયોટ હોટેલના શુભઆરંભની જાહેરાત કરી છે. આ પ્રોપર્ટી સુરત એરપોર્ટથી માત્ર 15 મિનિટના અંતરે આવેલી છે અને સિટી સેન્ટરથી માત્ર 20 મિનિટ દૂર છે. પ્રીમિયમ, ફુલ સર્વિસ હોટેલ તરીકે બનાવવામાં આવેલી આ ધી સુરત મેરિયોટ હોટેલ એ સમકાલીન શૈલી અને હૂંફનું અદભૂત મિશ્રણ છે. આ હોટેલ 209 ગેસ્ટરૂમ આપે છે જેમાંથી શહેર અને તાપી નદીનું અદભૂત દ્રશ્ય જોઇ શકાય છે, જે અદ્યતન સુવિધાઓ અને સેવાઓથી સુસજ્જ છે, હોટેલના રૂમ ડિઝાઇન અને સુશોભનને એક ઉત્કૃષ્ઠ સ્ટાન્ડર્ડ આપે છે.

આ લોન્ચિંગ પ્રસંગે મેરિયોટ ઇન્ટરનેશનલના સાઉથ એશિયાના સિનિયર એરિયા વાઇસ પ્રેસિડેન્ટ નિરજ ગોવિલે જણાવ્યું કે, “ભારતના સૌથી ઝડપી વિકસી રહેલા શહેરો પૈકીના એક સુરતમાં  આ બિઝનેસમાં અગ્રેસર રહેલા GJHM ઇન્ટરનેશનલની ભાગીદારીમાં અમે અમારી બ્રાન્ડને આ શહેરની અમારી બીજી હોટેલ તરીકે શરૂઆત કરવા માટે અત્યંત ઉત્સાહી છીએ.

સુરત મેરિયોટ હોટેલ ડાઇનિંગ રેન્જનું વિશાળ ઓપ્શન પણ પુરુ પાડે છે.

ટેબલ 101-એ આખા દિવસ માટે ખુલ્લે રહેશે જેમાં ભારતીય, એશિયન, પશ્ચિમની પસંદગીની વાનગીઓનું ઉત્કૃષ્ઠ બુફે હશે. જેમાં પસંદગી માટે ઘણા બધા વિકલ્પો હશે.

સુરત બેકિંગ કંપની (SBC) જેમાં બ્રેડ,મફિન્સ, સેન્ડવિચ અને પેસ્ટીઝનો આનંદ માણવા મળશે. ઉપરાંત તેમાં સમૃદ્ધ કોફી અને ચામાંથી પસંદગી કરવાનો વિકલ્પ પણ ઉમેરવામાં આવ્યો છે.

વિન્ટેજ એશિયા-મોર્ડન અને સિગ્નેચર વાનગીઓ સાથે, તમારા ટેબલ ઉપર એશિયાની તમામ શ્રેષ્ઠ વાનગીઓ રજૂ કરે છે, પરંપરાગત અને ટેપ્પાન્યાકી સ્ટાઇલનો આનંદ માણી શકશો.

ધ M-ક્લબ, દિવસ દરમ્યાન કામ કર્યા બાદ આરામ કરવા માટે અલાયદી સુવિધા ઉભી કરવામાં આવી છે.

M-વેલનેસ, મેરિયોટ બોનવોઇ ઇલાઇટ મેમ્બર્સની ફીટનેસ માટે, જેમાં સુંદર સ્પા છે તમામ સાધનોથી સુસજ્જ ફિટનેસ સેન્ટર, સ્ટેટ ઓફ ધી આર્ટ લક્ઝ્યુરિયસ સ્પા, સ્ટીમ અને સોનાબાથ ની સાથે ઓપન એર સ્વીમીંગ પુલનો સમાવેશ થાય છે.

સુરતના નકશા ઉપર 3000 ગેસ્ટ ને સમાવી શકતી અને બેન્કવિટની સુવિધા ધરાવતી હોટેલમાં  અતિથિઓ નદી કિનારાની  સુંદરતાનો લાભ મેળવી શકે છે. આ મલ્ટિ પર્પઝ વેન્યુઝ આ હોટેલને શહેરમાં  અગાઉ ક્યારેય ન જોવા મળેલા વિશાળ કોન્વેકેશન, સામાજિક અને લગ્ન સમારંભોના સ્થાન માટેનું શ્રેષ્ઠત્તમ સ્થળ બનાવી શકે છે.

ઓરો હોટેલ્સના ચેરમેન શ્રીમાન એચ.પી. રામાએ કહ્યું કે, “તાજેતરમાં કોર્ટયાર્ડ મેરિયોટ હોટેલની શરૂઆત કર્યા બાદ ધી સુરત મેરિયોટ હોટેલનું આ ઉદઘાટન રોમાંચક છે. ગુજરાતમાં ઓરો હોટેલ્સની બીજી હોટેલ છે. ઓરો હોટેલ્સે સુરતમાં ઓરો યુનિવર્સિટીની સ્થાપના કરી છે જ્યાં સ્કુલ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટના મજબૂત અભ્યાસક્રમ પુરો પાડે છે. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝની માટે ઉંચા લક્ષ્યાંકો ધરાવતી એક નવી પેઢી તૈયાર કરે છે. સુરતના સમુદાયનો એક હિસ્સો બનવા બદલ અમે અત્યંત આનંદ અનુભવીયે છીએ અને દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક અને હોસ્પિટાલિટીની જરૂરિયાતો પુરી કરવામાં આનંદ માણીએ છીએ.”