આવતી કાલે PM મોદી દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ધાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે બીજી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના પર્વે નવી દિલ્હીમાં 7066 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આકાર પામેલા ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કરશે. આ સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, વિદેશ મંત્રી એસ જયશંકર, અન્ય મંત્રીઓ અને આમંત્રિતો સાંજે સાત વાગ્યે ઉદઘાટન સમયે ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીના પ્રવર્તમાન ગુજરાત ભવન ઉપરાંત એક વધારાના ભવનની જરૂરિયાત જણાતા રાજ્ય સરકારની માંગ અનુસાર ભારત સરકારે 25-B, અકબર રોડ પર 7066 ચોરસ મીટર જમીન આ ભવન માટે ફાળવી આપી હતી. ત્યાં ગરવી ગુજરાત ભવન બે જ વર્ષના ટૂંકા સમય ગાળામાં નિર્માણ પામ્યું છે.

આ નવું ભવન પ્રધામંત્રીની સંકલ્પના મુજબ ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારું બનાવવામાં આવેલું છે. ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીમાં ગુજરાતીઓને માત્ર આવાસ સુવિધા જ નહીં સાથેસાથે ગુજરાતના પારંપરિક હસ્ત કલા કારીગીરી કસબની વસ્તુઓનું પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન અને ઔદ્યોગિક રોકાણ માટે નું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે.

 

તત્કાલ ટિકિટ બૂકિંગમાંથી રેલવેને થઈ અધધધ..આટલા હજાર કરોડની આવક

તત્કાલ ટિકિટ બૂકિંગ સેવા રેલવે માટે દૂધ આપતી ગાય સમાન સાબિત થઈ છે. આ સેવાના કારણે રેલવેને છેલ્લા 2016થી 2019 દરમિયાન ચાર વર્ષમાં 25000 કરોડ રૂપિયાની આવક થઈ છે.

આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રેલવેએ ઉપરોક્ત ખુલાસો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, તત્કાલ સેવાનો 1997થી કેટલીક પસંદગીની ટ્રેનો માટે પ્રારંભ થયો હતો. એ પછી 2004માં આખા દેશમાં આ સેવાને લાગુ કરવામાં આવી હતી. આ ટિકિટ માટે સેક્ન્ડ ક્લાસમાં મૂળ ટિકિટ કરતા 10 ટકા વધારે અને બાકીની કેટેગરીમાં ટિકિટની ઓરિજિનલ કિંમત કરતા 30 ટકા વધારે રકમ લેવામાં આવે છે.

2014માં પ્રીમીયમ તત્કાલ સેવા શરુ કરવામાં આવી છે. જેમાં છેલ્લી ઘડીએ ટિકિટ બૂક કરાવવા માંગતા વ્યક્તિએ સીટની ઉપલબ્ધતાના આધારે ટિકિટ માટે પૈસા ચુકવવા પડે છે. હાલમાં 2677 ટ્રેનોમાં તત્કાલ ટિકિટ સેવા ચાલુ છે.

સરકારની ખોટી નીતિઓના કારણે અર્થવ્યસ્થા મંદીમાં સપડાઈઃ મનમોહન સિંહ

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના જીડીપી ગ્રોથમાં થયેલા ઘટાડાને લઇને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે ઇકોનોમિક સ્લોડાઉન માટે મોદી સરકારને જવાબદાર ગણવતા જણાવ્યું છે કે, આ મેન મેડ ક્રાઇસિસ છે. જે અયોગ્ય મેનેજમેન્ટને કારણે ઉત્પન્ન થઈ છે. અર્થશાસ્ત્રના જાણકાર મનમોહન સિંહે જણાવ્યું કે, ગયા ત્રિમાસિકમાં ભારતનો વિકાસદર પાંચ ટકા રહ્યો. આનાથી ખબર પડે છે કે દેશ લાંબી મંદીના ભરડામાં છે. ભારતની પાસે વધારે ઝડપથી ગ્રોથની ક્ષમતા છે, પરંતુ મોદી સરકારના અયોગ્ય મેનેજમેન્ટને કારણે સ્થિતિ વણસી છે.

મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા ગ્રોથ પર મોદી સરકારને આડે હાથ લેતા મનમોહન સિંહે જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ માત્ર ૦.૬ ટકા રહ્યો હતો. તેથી સ્પષ્ટ છે કે આપણી ઇકોનોમી અત્યાર સુધી નોટબંધી જેવી માનવસર્જિત ભૂલોથી બહાર આવી શકી નથી. આ ઉપરાંત ખોટી રીતે લાગુ કરાયેલા જીએસટીને કારણે પણ સ્થિતિ વધારે ખરાબ થઇ છે.

મનમોહન સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ઘરેલુ માગ અને વપરાશમાં ગ્રોથ ૧૮ માસના નીચલા સ્તરે છે. જીડીપી ગ્રોથ પણ ૧૫ વર્ષમાં સૌથી ઓછો છે. આ ઉપરાંત ટેક્સ રેવેન્યૂમાં પણ ઘટાડો થયો છે. નાનાથી લઇને મોટા વેપારીઓમાં ટેક્સ ટેરરિઝમનો ભય છે. રોકાણકારોમાં શંકાનો માહોલ છે અને આ તમામ સંકેતોથી ખબર પડે છે કે અર્થતંત્રની રિક્વરી હાલ શકય નથી.

મોદી સરકાર પર જોબલેસ ગ્રોથને વધારવાનો આક્ષેપ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાને દાવો કર્યો કે, માત્ર ઓટોમોબાઇલ સેક્ટરમાં જ ૩.૫ લાખ લોકોએ નોકરીઓ ગુમાવી છે. આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્રમાં પણ મોટા પાયે નોકરીઓ ગઇ છે, જેનાથી નબળા વર્ગના મજૂરોની સામે અજીવિકાનું સંકટ ઉભું થયું છે. ગ્રામીણ ભારતમાં સ્થિતિ વિપરીત છે. ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો અને ગ્રામીણ આવકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મોદી સરકાર નીચા મોંઘવારી દરનો પોતાની સફળતા ગણાવી રહી છે પરંતુ આ ખેડૂતોની કિંમત પર છે, જે દેશની વસ્તીનો ૫૦ ટકા ભાગ છે.

ઉલ્લેખનીય છે કે ચાલું નાણાકીય વર્ષ(૨૦૧૯-૨૦)ના પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં ય્ડ્ઢઁનો વિકાસ દર(ગ્રોથ રેટ) ઘટીને ૫ ટકા રહ્યો છે. તેનાથી ઓછો ૪.૯ ટકા એપ્રિલ-જૂન ૨૦૧૨માં હતો. ગત ત્રિમાસિકમાં મેન્યુફેકચરિંગ સેકટરની ગતિવિધિયોમાં થયેલા ઘટાડા અને કૃષિ ઉત્પાદનમાં થયેલા ઘટાડાની અસર જીડીપી ગ્રોથ પર વધુ થઈ છે.

 

મોંઘવારની માર: CNG બાદ રસોઈ ગેસનાં ભાવમાં વધારો, જાણો હવે કેટલામાં મળશે ગેસનો બાટલો

પહેલી સપ્ટેમ્બર એટલે કે આજથી રસોઈ ગેસના સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનાથી કિંમતો સતત ઘટી રહી હતી.

દેશના મુખ્ય શહેરોમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં લગભગ 16 રૂપિયાનો વધારો થયો છે. આજથી દિલ્હીમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડર માટે તમારે 590 રૂપિયા ચૂક્વવા પડશે. કોલકાતામાં તેની કિંમત 616.50 રૂપિયા છે.

મુંબઈ અને ચેન્નાઈમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 562 અને 616.50 રૂપિયા છે. ત્યારે 19 કિલોના સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1054.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 1114.50 રૂપિયા, મુંબઈમાં 1008.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1174.50 રૂપિયા છે.

 

ગેલ-ગમ્મતમાં કોંગ્રેસના MLAએ પત્ની સાથેનો બેડરૂમનો વીડિયો અપલોડ કર્યો અને પછી કશુંક આવું થયું

કોંગ્રેસના ધારાસભ્ય ગેલ-ગમ્મતમાં મુસીબતમાં ફસાઈ ગયા છે. ધારાસભ્યનો પત્ની સાથેનો બેડરૂમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હવે ધારાસભ્યને અહેસાસ થઈ રહ્યો છે કે આ વીડિયોથી તેમની ઈમેજ ખરાબ થઈ રહી છે. તેમનો આરોપ છે કે વિરોધીઓએ પત્નીના અકાઉન્ટને હેક કરી પર્સનલ વીડિયોને વાયરલ કરી દીધો છે. તેમણે કહ્યું કે આ વીડિયો સંપૂર્ણ રીતે પર્સનલ હતો. આ અંગે તેમણે પોલીસમાં ફરીયાદ કરી છે.

બિહારના સિંકદરાબાદના કોંગ્રેસાન ધારાસભ્ય સુધીર કુમાર ઉર્ફે બંટી ચૌધરી અને તેમની પત્નીનો બેડરૂમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને લઈ ધારાસભ્ય સીધા એસપીના જનતાના દરબારમાં પહોંચી ગયા અને પત્નીના ફોનને હેક કરી વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ફરીયાદ કરી. બંટી ચૌધરીએ પત્ની સાથે ટીકટોક વીડિયો બનાવ્યો હતો.

બંટી ચૌધરીએ એસપીના જનતા દરબારમાં વીડિયો વાયરલ થવા અંગે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સિંકદરાબાદ એસપીને અરજી આપી વાયરલ કરનારા લોકો વિરુદ્વ તપાસ કરી દોષીઓ વિરુદ્વ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ધારાસભ્ય બંટી ચૌધરીની માનીએ તો તેમણે પત્ની સાથે બેટરૂમનો ટીકટોક વીડિયો બનાવ્યો હતો.પરંતુ કોઈએ ટીકટોક અકાઉન્ટને હેક કરી વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે. તેમનું કહેવું છે કે વીડિયો તેમનો પર્સનલ મામલો છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ કરી તેમની ઈમેજને ખરાબ કરવામાં આવી રહી છે.

ઔર ફીર ઉન્હેં ખુદા યાદ આયા: ઉંમર અબ્દુલ્લાએ દાઢી વધારી તો મહેબુબા લાગી ગઈ ઈબાદતમાં

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ-370 રદ્દ કર્યા બાદ બે પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મૂફતી અને ઉંમર અબ્દુલ્લાને હિરાસતમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી સરકારે કલમ 370 રદ્દ કર્યા બાદથી બન્ને નેતાઓ કસ્ટડીમાં છે અને ઉંમર અબ્દુલ્લાએ શેવિંગ પણ કર્યું નથી જ્યારે મહેબુબા મૂફતી ઈબાદતમાં દિવસો પસાર કરી રહ્યા છ.

રવિવારે બન્ને પૂર્વ મુખ્યમંત્રીઓના પરિવારોને મળવા માટે પરવાનગી આપવામાં આ હતી. ઉંમર અબ્દુલ્લાના બહેન, તેમના ત્રણ બાળકો હરી નિવાસ ગેસ્ટ હાઉસમાં તેમને મળ્યા હતા. આ સ્થળે ઉમર પાછલા એક મહિનાથી કસ્ટડીમાં છે. સૂત્રોએ કહ્યું કે ઉમર અબ્દુલ્લાએ દાઢી વધારી દીધી છે અને આ સમય દરમિયાન એક પણ વાર શેવિંગ કરી નથી.

ગેસ્ટ હાઉસમાં ટીવીની સુવિધા આપવામાં આવી નથી, સમગ્ર સમય વાંચવામાં વિતાવી રહ્યા છે. કાશ્મીરના વરિષ્ઠ અધિકારીઓએ ઉંમરના પિતા ફારુક અબ્દુલ્લા સાથે તેમના ઘરે મુલાકાત કરી હતી. ફારુક અબ્દુલ્લાએ પુત્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ તેમને પરમીશન આપવામાં આવી ન હતી. ફારુક અબ્દુલ્લા પાંચમી ઓગષ્ટ તેમના જ ઘરમાં નજર કૈદ છે. જોકે, કલમ 370 રદ્દ થયા બાદ ફારુક અબ્દુલ્લાએ પોતાના નિવાસેથી બહાર નીકળી મીડિયા સાથે વાતચીત કરી હતી. પરંતુ બાદમાં તેમના ઘરે સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને તે પછી તેઓ ઘરમાંથી બહાર નીકળ્યા ન હતા.

જ્યારે પીડીપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મૂફતીને તાજેતરમાં જ તેમના ઘરવાળાને મળવા દેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માતા, બહેને મહેબુબાની મુલાકાત કરી હતી. મહેબુબા વધારે સમય ઈબાદતમાં ગુજારી રહ્યા છે.

નોંધનીય છે કે કાશ્મીર ખીણમાં કલમ 370 રદ્દ કકાય બાદ સખત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. 35 હજાર કરતાં પણ વધારે સુરક્ષા જવાનો કાશ્મીર ખીણમાં તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ખાળવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટના બની છે પણ કોઈ જાનહાનીના સમચારો મળી રહ્યા નથી.