ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી: ભાજપે જાહેર કર્યા 6 ઉમેદવાર, શંકર ચૌધરી કપાયા, અલ્પેશ ઠાકોર-ધવલસિંહને મળી ટીકીટ

21મી ઓક્ટોબરે ગુજરાતની  6 વિધાનસભા બેઠકની ચૂંટણી યોજવામાં આવી રહી છે. ભાજપે મોડી સાંજે છ એ છ બેઠક માટેના ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પણ ટીકીટ આપવામાં આવી છે.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને લઈ અનેક પ્રકારની અટકળો અને ચર્ચા ચાલી હતી પણ ભાજપ મોવડી મંડળે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી બન્નેને ટીકીટ આપી છે. ખાસ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા અલ્પેશ ઠાકોરને લઈ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.

મહત્વની વાત એ છે કે શંકર ચૌધરીને ક્યાંયથી પણ ટીકીટ આપવામાં આવી નથી. એવુમ મનાતું હતું કે શંકર ચૌધરીને પણ વિધાનસભાની ટીકીટ મળી શકે છે પણ એવું બન્યું નથી.

  • થરાદ-જીવરાજ પટેલ
  • રાધનપુર-અલ્પેશ ઠાકોર
  • ખેરાલુ-અજમલ ઠાકોર
  • બાયડ-ધવલસિંહ ઝાલા
  • અમરાઈવાડી-જગદીશ પટેલ
  • લૂણાવાડા-જિગ્નેશ સેવક