16 વર્ષે પણ શાહરૂખ ખાન અને સની દેઓલ વચ્ચે વાતચીત નથી, કારણ જાણો

તમને યાદ છે શાહરૂખ ખાન અને સની દેઓલની ચર્ચાસ્પદ ફિલ્મ ડર? 1993માં આવેલી ડર ફિલ્મમાં આ બન્ને હીરો સાથે હતા. શાહરૂખ ખાનની ફિલ્મી કરિયર આ ફિલ્મથી પૂરપાટ દોડી હતી. શાહરૂખ ખાનનો ડરમાં નેગેટીવ રોલ હતો. જુહી ચાવાલા હીરોઈન હતી. યશ ચોપરા દ્વારા નિર્માણ કરાયેલી આ ફિલ્મ બાદ સની દેઓલે ન તો યશ ચોપરા સાથે કદી વાત કરી હતી અને આજે 16 વર્ષ થઈ ગયા સની દેઓલે શાહરૂખ ખાન સાથે મળવાનું તો દુર રહ્યું પણ વાત સુદ્વાં કરી નથી.
ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સની દેઓલે કહ્યું કે શાહરૂખ અને યશ ચોપરા સેટ પર મારાથી ડરેલા રહેતા હતા. કારણ કે તેઓ ખોટું કરી રહ્યા હતા. ઘટનાનાને યાદ કરતા સની દેઓલે કહ્યું કે ફિલ્મમાં એક સીન હતો. શાહરૂખ મારા સાથે બાથમબાથી કરે છે. આ સીન અંગે યશ ચોપરા સાથે ચર્ચા કરી. મેં યશ ચોપરાને કહ્યું કે ફિલ્મમાં હું કમાન્ડર છું. હું ખૂબ જ ફીટ છું. ફિલ્મની પાત્ર વરણી પ્રમાણે શાહરૂખ ખાન જેવો છોકરો મારા જેવા કમાન્ડરને કેવી રીતે આસાનીથી મારી શકે છે. એ મને મારે છે અને હું એને જોઈ શકતો નથી. જો એ મને મારતો હોય તો હું તેને જોઈ શકું તો અને તો જ મારી કમાન્ડોની ભૂમિકા યોગ્ય બને.

જૂઓ ડર ફિલ્મનું ટ્રેલર..

સની વધુમાં કહે છે કે યશ ચોપરા વડીલ હતા, મેં તેમની વાત ટાળી નહીં. મેં મારા હાથ ગજવામાં નાંખી દીધા અને એક તરફ જઈને ઉભો રહી ગયો. કારણ કે મને તે વખતે ખૂબ ગુસ્સો આવ્યો હતો. 16 વર્ષથી શાહરૂખ ખાન સાથે વાત કરી નથી. તે અંગે સની કહે છે કે મેં મારી જાતને ત્યાર બાદ કટઓફ કરી દીધી હતી. અમે બન્ને ક્યારેય મળ્યા નથી તો બાત કરને કી બાત હૈ હી નહીં.
સનીએ કહ્યું હતું કે ફિલ્મમાં શાહરૂખ ખાનના પાત્રને વધુ ચમકાવવાની શું જરૂર હતી. ફિલ્મ જોયા પછી લોકોએ મને ભરપુર પ્રેમ આપ્યો છે અને શાહરૂખ ખાનને લોકોનો પ્રેમ મળ્યો છે. ફિલ્મમાં વિલનના રોલને શા માટે વધારે પડતો ચમકાવવામાં આવ્યો હતો તે મારો પ્રશ્ન છે. કોઈ પણ ફિલ્મ કરું છું તો ઓપન હાર્ટ સાથે કરું છું.
આપણે જાણીએ છીએ કે ડર ફિલ્મે અનેક નવા રેકોર્ડ બનાવ્યા હતા અને શાહરૂખ ખાનની કરિયરને જબરદસ્ત જમ્પ આપ્યો હતો. લોકોએ શાહરૂખ ખાનની એક્ટીંગના સ્કીલની પ્રશંસા કરી હતી. ફિલ્મમાં જુહી ચાવાલાની ભમિકાની પણ ભરપુર પ્રશંસા કરવામાં આવી હતી. ડર એ એક મેગા બ્લોક બસ્ટર ફિલ્મ હતી.