ડૂંગળીની નિકાસ પર પ્રતિબંધ, ભાવ ઘટવાની શક્યતા, દિલ્હીમાં 24 રૂપિયે કિલો વેચાણ

ડૂંગળીના સાતમા આસમાને પહોંચી રહેલા ભાવને અંકૂશમાં લેવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી ડૂંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ દરમિયાનમાં દિલ્હી સરકારે મોબાઈ વાન મારફત ડૂંગળીનું વેચાણ શરૂ કર્યું છે અને હાલ દિલ્હીમાં 24 રૂપિયે કિલો ડૂંગળી મળી રહી છે. કેન્દ્રી ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે ડૂંગળીનો પર્યાપ્ત સંગ્રહ છે અને રાજ્યોને પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આગમી દિવસોમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટમી યોજવામાં આવી રહી છે અને સરકારને ડૂંગળી સહિત શાકભાજીના વધી રહેલા ભાવોના કારણે લોકો રોષનો સામનો કરવાની નોબત આવી શકે છે. આના કારણે કેન્દ્ર સરકારે દ્વારા ડૂંગળીની નિકાસ પર આગામી નવા આદેશ સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઈતિહાસ સાક્ષી છે કે ડૂંગળીના વધી રહેલા ભાવોના કારણે સરકારો ગઈ છે.

આ દરમિયાન દિલ્હીમાં સસ્તા દરે ડૂંગળીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે સચિવાલયથી મોબાઈલ વાન દ્વારા ડૂંગળીના વેચાણ કરતી વાનને લીલીઝંડી આપી હતી. દિલ્હીમાં 70 મોબાઈલ વાન સાથે રાશનની 400 દુકાનો 23.90 રૂપિયે કિલોના ભાવે ડૂંગલીનું વેચાણ કરી રહી છે. આ ઉપરાંત નાના-નાના ટેમ્પોમાં પણ ડૂંગળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. મોટા ટેમ્પોમાં વેચવા માટે ટેન્ડર બહાર પાડવામાં આ રહ્યા છે. ચોથી ઓક્ટોબરે ટેન્ડર ઓપન કરવામાં આવશે.