ગીગોલો: પુરુષ સેક્સ વર્કરો મહિલાઓ સાથે સંબંઘ બાંધવા કેટલા રૂપિયા લે છે? જાણો કાળા કારોબારની ભીતરની વાત

ઉર્દુના લેખક સઆતક હસન મન્ટોએ આજથી 70 વર્ષ પહેલાં કાલી શલવાર નામની વાર્તા લખી હતી. આ વાર્તામાં મન્ટોએ રૂપિયા લઈને મહિલાઓને સેક્સ સંતોષ આપતા યુવાનના પાત્રની વરણી કરી હતી. તવાયફનો ધંધો કરતી મહિલાનો કારભાર યુપીમાં પડી ભાંગે છે અને તે દિલ્હીમાં વસવાનો નિર્ણય કરે છે. દિલ્હીમાં વસવાટ કર્યા બાદ તવાયફ પાસે ગ્રાહકો આવતા નથી અને મહોર્રમનો તહેવાર આવે છે. તવાયફ મહોર્રમના પર્વે કાળો લિબાસ પહેરતી હોય છે. તેની પાસે કાળી ઓઢણી અને કાળું કમીઝ હોય છે પણ કાળી સલવાર હોતી નથી.

રોજ ગલીના નાકે ઉભેલા યુવકને તવાયફ જોતી હોય છે. તે યુવકને બોલાવે છે. યુવકને આખી વાત કહે છે. તવાયફને એમ કે યુવક સાથે સૂઈ જઈશ તો એના બદલમાં રૂપિયા મેળવી લઈશ અને કાળી સલવાર ખરીદી લઈશ પણ યુવક તવાયફ પાસે આવું કરવાના રૂપિયા માંગે છે. તવાયફ પાસે રૂપિયા હોતા નથી. તવાયફની માંગને યુવક ફગાવી દે છે. તવાયફની કાનની બૂટીઓ પર યુવકની નજર પડે છે. યુવક કહે છે કે આ બૂટીઓ મને આપી દે તેના બદલામાં હું તને કાળી સલવાર આપીશ. તવાયફ એને બૂટીઓ આપી દે છે. યુવક ચાલ્યો જાય છે.

બીજા દિવસે પાડોશની મહિલા તવાયફ પાસે કોઈ કામ માટે આવે છે. પાડોશણના કાનમાં તવાયફ પોતાની બૂટીઓ જોઈને ચોંકે છે. તે પાડોશણને પૂછે છે કે આ બૂટીઓ ક્યાંથી ખરીદી. પાડોશણ કહે છે કે બજારમાંથી. પાડોશણની નજર તવાયફની સલવાર પર પડે છે. તવાયફે પહેરેલી સલવાર પાડોશણની હોય છે. તવાયફ આખો મામલો સમજી જાય છે અને ચૂપ થઈ જાય છે. યુવકે પાડોશણ સાથે સેક્સયુએલ રિલેશન બાંધી સલવારના બદલામાં બૂટીઓ આપી દીધી હોય છે. આમ તવાયફની કાલી સલવારની ઈચ્છા પૂરી થાય છે.

આજકાલ આવા ગીગોલોએ સોશિયલ મીડિયા પર કોહરામ મચાવ્યું છે. સોશિયલ મીડિયા ગીગોલો નામના પેજ બનાવી યુવાનો રીતસર આનું નેટવર્ક ચલાવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો મહિલાઓ પોતે આવી કલબો ચલાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગીગોલો સર્વિસના નામે અનેક પેજ સોશિયલ મીડિયામાં ચાલે છે, કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવે છે અને યુવકોને મીટીંગ માટે લઈ જવાના ભાવ પણ નક્કી કરાયેલા હોય છે. એક મીટીંગના આઠ હજારથી પંદર હજાર સુધીના ભાવ ચાલતા હોવાનું સોશિયલ મીડિયાના પેજ પરથી જણાઈ આવે છે. આવી કલબમાં જોઈન થવા માટે બે હજારથી પાંચ હજાર રૂપિયા સુધીની રજિસ્ટ્રેશન ફી પણ વસુલવામાં આવતી હોવાનું જણાઈ આવી રહ્યું છે.  

ગીગોલો સર્વિસ સાથે જોડાયેલા એક યુવકે કહ્યું કે મહિના દરમિયાન આવી કલબ દ્વારા મહિલાઓ સાથે સેક્સ સંબંધ ઉપરાંત મસાજ અને માલીશ કરવાના બદલામાં ખાસ્સા એવા રૂપિયાની કમાણી થઈ જાય છે. મહિલાઓને સંતોષ અને રૂપિયા રળી લેવાની લહાયમાં યુવાનો આવી કલબોમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ એક ચિંતાજનક છે. દેહ વિક્રયના કાળા કારોબારમાં હવે પુરુષો પણ મહિલા કરતાં જરા પણ પાછળ નથી.

તાજેતરમાં તો અમદાવાદ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મહિલાઓના રેડ લાઈટ એરિયાની જેમ પુરુષોને પણ સેક્સ વર્કરનું રજિસ્ટ્રેશન કરવાની પરવાનગી આપવામાં આવે. સરકાર- તંત્રવાહકોએ આવી રજૂઆતને ફગાવી દીધી હતી. કોલેજ અને હાઈસ્કૂલના યુવાનોમાં આ ક્રેઝ ઝડપથી વધુ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.