રાધનપુરમાં ત્રિપાંખિયો જંગ: કોંગ્રેસના ફરસુભાઈ ગોકલાણી NCPમાંથી ઝંપલાવશે

ગુજરાતમાં 6 બેઠકોની પેટાચૂંટણીના બંને પક્ષોના ઉમેદવાર જાહેરા થાય તે પહેલા જ અતિ મહત્વની એવી રાધનપુર બેઠક પરથી મોટા બ્રેકિંગ સામે આવ્યા છે. રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં નવો ગરમાવો આવ્યો છે. હવે રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. કારણ કે, કોંગ્રેસના જૂના નેતા અને પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી દાવેદારી માં અગ્રેસર એવા ફરસુભાઈ ગોકલાણી એનસીપી પક્ષમાં જોડાયા છે. ફરસુભાઈ ગોકલાણીને એનસીપી તરફથી મેન્ડેટ આપવામાં આવ્યું છે.

કોંગ્રેસમાં ગણના ના થતા ફરસુભાઈ ગોકલાણીએ પેટાચૂંટણીના ઉમેદવારની જાહેરાત પહેલા જ પક્ષ પલટો કર્યો છે. રાધનપુર વિધાનસભા મતક્ષેત્રમાં ફરસુભાઈ ગોકલાણી જાણીતો ચહેરો હોવાથી કોઈપણ પક્ષની બાજી બગાડી શકે છે. એનસીપી દ્વારા જાહેર કરવામાં આવ્યું કે, ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે રાધનપુર સીટ એનસીપીના ઉમેદવાર ફરસુભાઈ ગોકલાણીનું નામ જાહેર કરવામાં આવે છે. આગામી દિવસોમાં બાકીની સીટ પર ચર્ચાવિચારણાના અંતે બાકીના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે.