વિધાનસભા ચૂંટણી: ભાજપે 32 ઉમેદવારોની યાદી જાહેર કરી, સાંજ સુધી જાહેર થઈ શકે છે ગુજરાતના નામો

દેશના અલગ અલગ રાજ્યોમાં 21મી ઓક્ટોબરે વિધાનસભાની પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. રાજ્યોની પેટાચૂંટણીને સેમીફાઈલ રૂપે જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બધા જ પક્ષો જોરશોરથી પ્રચારમાં લાગી હયા છે. ભાજપે પોતાના કાર્ડ ખોલવાનું શરૂ કરી દીધું છે. ભાજપે અલગ અલગ રાજ્યોના 32 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમાં ગુજરાતની યાદી નથી. સાંજ સુધીમાં ગુજરાતની યાદી જાહેર થવાની શક્યતા છે.

ભાજપ તરફથી જાહેર કરાયેલા લિસ્ટમાં આસામ-4, બિહાર-1, છત્તીસગઢ-1, હિમાચલ પ્રદેસ-2, કેરળ-5, મધ્યપ્રદેશ અને ઓડિશાના 1-1 ઉમેદવાર સામેલ છે. આ ઉપરાંત પંજાબ અને રાજસ્થાનમાંથી પણ એક-એક ઉમેદવારની જાહેરાત કરવામાં આ છે. સિક્કીમના બે અને તેંલગાણાના એક ઉમેદવારની જાહેરાત કરવામાં આ છે. સથી વધુ યુપીમાંથી 10 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

જૂઓ લિસ્ટ..