અલ્પેશ ઠાકોર-ધવલસિંહે કરી ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારી, એક-બે દિવસમાં ઉમેદવારોની થશે જાહેરાત

આગામી 21મી ઑક્ટોબરે વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ભાજપાએ રાધનપુર બેઠક પર ઠાકોર નેતા અલ્પેશ અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને લીલીઝંડી આપી દીધી છે. સૂત્રોના દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આગામી ૩૦મી ઑક્ટોબરે વિજય મહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી કાલે સાંજ સુધીમાં ઉમેદવારો જાહેર કરે તેવી વકી છે ત્યારે અલ્પેશનનું નામાંકન હાઇપ્રોફાઇલ બને તેવી વકી છે.

અલ્પેશ ઠાકોર ફોર્મ ભરવા જશે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓની હાજરીમાં અલ્પેશ ઠાકોર ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. જોકે, હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા પરંતુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા નક્કી છે.

સોશિયલ મીડિયામાં ધવલસિંહને લઇને એક પોસ્ટ વાયરલ થઇ હતી. જેમાં ભાજપ તરફથી કોઇ સત્તાવાર જાહેરાત કર્યા વિના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં બાયડ સીટ પરથી ધવલસિંહ ઝાલા ૩૦મીએ ફોર્મ ભરશે. આ પોસ્ટથી ગુજરાતની રાજનીતિમાં ગરમાઇ ગઇ હતી. અરવલ્લી ભાજપના નેતા ધવલસિંહ ઝાલાની વાયરલ થયેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ગરીબ લોકોનો અવાજ બનશે ધવલસિંહ’, આ સિવાય ધવલસિંહ ઝાલા ૩૦મીએ ફોર્મ ભરવા અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

ધવલસિંહ ઝાલાનો મુદ્દો ટૉપ ધ ટાઉન બને તે પહેલા જ ધવલસિંહ ઝાલાએ વાયરલ પોસ્ટ અંગે રદિયો આપ્યો હતો. ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કોઈ કાર્યકરે પોસ્ટ વાયરલ કરી હતી, પરંતુ અમારા ધ્યાને આવતા અમોએ પોસ્ટ હટાવી દીધી છે.