મચ્છરો મારવા હવે ફોગીંગનો ધૂમાડો થઈ જશે ભૂતકાળ, સુરતમાં પાણીથી મચ્છરનો નાશ કરાશે, જાણો કેવી રીતે?

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મચ્છરો મારવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલ SMC દ્વારા બે રીતે મચ્છરોને મારવાની કામગીરી કરવામાં આવે છે. એન્ટી લાર્વેલ અને એન્ટી એડલ્ટ સિસ્ટમ મારફત મચ્છરોના ઉપદ્રવને નાથવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકાના જંતૂનાશક અધિકારી વાગડીયાએ જણાવ્યું કે મચ્છરો પાણીંમાં ઈંડા મૂકે છે અને આઠથી દસ દિવસ સુધી ઈયળ(લાર્વા)ના સ્વરૂપમાં પાણીમાં વહે છે. સ્થગિત પાણીનાં સંભવિત સ્થળો(બ્રિડીંગ સ્પોટ) ચેક કરી તેમાં ઓઈલ અથવા જંતૂનાશક દવ નાંખી ઈયળ(લાર્વા)નો નાશ કરવામાં આવે છે. જેને અન્ટી લાર્વેલ સિસ્ટમ કહેવાય છે.

અન્ય બીજી પદ્વતિમાં આઠથી દસ બાદ પુખ્ત મચ્છરો પાણીમાંથી બહાર આવે છે અને હવામાં 20 દિવસ સુધીથી એક મહિના સુધી જીવી શકે છે. આ મચ્છરો રોગ ફેલાવાનું કામ કરે છે. મચ્છરના શીરમાં રોગ માટે જવાબદાર જંતૂઓ હોય છે. આવા મચ્છરોને ચેપી મચ્છરો  કહેવામાં આવે છે. ચેપી મચ્છરોને મારવા બે પદ્વતિ અમલમાં છે.

IRS(એન્ટી રેસિડ્યુઅલ સ્પ્રે) એટલે કે ઘરની અંદરની દિવાલો પર જંતૂનાશક દવાનો છંટકાવ, જે ખાસ કરીને મેલેરીયા જેવા રોગોને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

Fogging (ધુમ્રશેર) દ્વારા ઘરમાં જંતૂનાશક દવાયુક્ત ધૂમાડો છોડવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા કોલ્ડ ફોગીંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. ફોગીંગમાં અગાઉ ડીઝલ, કેરોસીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેની જગ્યાએ હાલમાં નવી જંતૂનાશક દવાઓને માન્યતા આપવામાં આવી છે. નવી શોધ મુજબ ડીઝલ, કેરોસીનનાં બદલે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ડેલ્ટામેથ્રીન 2% EW( Aqua K-Othrine)   નામની દવાને પલ્સ જેટ ટાઈપના થર્મલ ફોગીંગ મશીનમાં પણ પાણી સાથે ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ દવા પાણીના નાના-નાના પાર્ટીકલ સાથે F-Fast ટેક્નોલોજી ધરાવતી હોવાના કારણે હવામાં સસ્પેન્શન બનાવે છે અને લાંબા સમય સુધી હવામાં રહે છે અને મચ્છરોનો નાશ કરે છે.

SMC દ્વારા દ્વારા અઠવાડિયાથી દવાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આના થકી ધૂમાડો થશે નહી પણ પાણીના પાર્ટીકલ્સ જંતૂનાશક દવાને અસરકારકતા આપશે. ઘરમાં પ્રસરાવી મચ્છરોને મારશે. આના કારણે લાખો લીટર ડીઝલની બચત થશે અને પર્યાવરણને થતું નુકશાન અટકાવી શકાશે તેમજ પ્રદુષણને પણ ઘટાડી શકાશે.