PMC બેન્ક બાદ આ બેન્ક પર સંકટ, RBIએ લોન સહિતના બેન્કીંગ પર મૂક્યો પ્રતિબંધ

કો-ઓપરેટીવ બેન્ક- PMC Bankમાં નાણાકીય ગરબડના કારણે લેણ-દેણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ આરબીઆઈએ લક્ષ્મી વિલાસ બેન્ક પર અનેક પ્રકારની પાબંદી મૂકી દીધી છે. આરબીઆઈએ લક્ષ્મી વિલાસ બેન્કની નબળી નાણાકીય સ્થિતિને ધ્યાને લઈ તેના વિરુદ્વ સુધારાત્મક કાર્યવાહી કરી લોન સહિત નવી શાખાઓ શરૂ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

લક્ષ્મી વિલાસ બેન્કને જોખમથી બચવા માટે પુરતા ભંડોળનો અભાવ અને સતત બે વર્ષથી સંપત્તિઓ પર નુકશાન અને મોટી સંખ્યામાં લોનની અમાઉન્ટ રિકવર થઈ ન હોવાથી બેન્ક પર આ પાબંદી મૂકી દેવામાં આવી છે.

પીસીએ પ્રમાણે લક્ષ્મી વિલાસ બેન્ક પર લોન આપવા તથા નવી શાખા નહીં ખોલાવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત કેટલાક ચૂકવણા પર પણ પાબંદી મૂકી દેવામાં આવી છે. હવે પછી બેન્કે લોનમાં ઘટાડો કરવા અને રિકરવી વધારવા પર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

આરબીઆઈએ આ કાર્યવાહી એવા સમયે કરી છે કે જ્યારે બેન્કના લક્ષ્મી વિલાસ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર વિરુદ્વ છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હાલ લક્ષ્મી વિલાસનું ઈન્ડીયા બૂલ્સ ફાયનાન્સમાં વિલીનીકરણ લટકી ગયું છે અને વિલીનીકરણને મંજુરી આપવામાં આવી નથી.