બાયડ વિધાનસભા, ભાજપમાં કમઠાણ: ધવલસિંહ વિરુદ્વ ભાજપના અદેસિંહે બાંયો ચઢાવી

વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામતાની સાથે જ બાયડ વિધાનસભા બેઠક પર રાજકારણ ગરમાયું છે. વર્ષ 2017ની વિધાનસભામાં બાયડ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણે ભાજપ સામે જ બાંયો ચડાવી છે.

અદેસિંહ ચૌહાણે ખુલ્લેઆમ પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા માટે ચૂંટણીની મીટીંગોમાં પોતાની સૂચક હાજરી આપી રહ્યા છે.વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થવાની સાથે જ બાયડ વિધાનસભા બેઠકનું આંતરિક રાજકારણ ગરમાયુ છે. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે 2017માં  વિધાનસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણ છે.

અદેસિંહ ચૌહાણે કોંગ્રેસના દિગ્જ નેતા અહેમદ પટેલની રાજ્યસભા ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. શંકરસિંહ વાઘેલા પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની આગળી પકડી અદેસિંહ ભાજપમાં જોડાયા અને 2017ની વિધાનસભામાં બાયડ બેઠક પર ભાજપના ઉમેદવાર બન્યા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે અદેસિંહને હારનો સામનો કરવો પડ્યો.

બાયડ બેઠક પર ભાજપની હાર બાદ હવે સ્થિતિ એવી છે કે, ધવસિંહે પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં સામેલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રદેશ ભાજપ દ્વારા ધવસિંહ ઝાલાને બાયડ બેઠક પર ચૂંટણીની તૈયારીઓ કરવા સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે હવે આ બેઠક પર શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ ચૂંટણી લડવાનું મન બનાવી રહ્યા છે.

એટલા માટે જ મહેન્દ્રસિંહ વાઘેલાએ છેલ્લા ઘણાસમયથી બાયડ વિધાનસભા મત વિસ્તારમાં જનસંપર્ક ચાલુ કર્યો છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2012થી 2017 સુધી મહેન્દ્રસિંહ વાઘેલાએ આ બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા છે. ત્યારે હવે અદેસિંહ પોતાના રાજકીય ગોડફાધર મહેન્દ્રસિંહ વાઘેલા માટે બાયડ વિધાનસભામાં મીટીંગો કરી રહ્યા છે.