CM રૂપાણીના હસ્તે 10 કરોડના ખર્ચે તૈયાર થયેલા તાપ્તી વેલી સ્કૂલના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ઉદ્દઘાટન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા; સ્ટેટ કોઓપરેશન, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિ, પરિવહન (રાજ્યકક્ષા) મંત્રી ઇશ્વર પટેલ તથા રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મેડિકલ એજ્યુકેશ મંત્રી કિશોર કાનાણી ઉપસ્થિત રહ્યા હતા. આ ઊપરાંત કાર્યક્રમમાં સાંસદ સી.આર. પાટીલ અને દર્શના જરદોશ, ધારાસભ્યો મૂકેશ પટેલ, કાન્તિ બલર, પ્રવિણ ઘોઘારી, વિવેક પટેલ, વિનોદ મોરડિયા, અરવિંદ રાણા, વી.ડી. ઝાલાવાડિયા, હર્ષ સંઘવી,  ઝંખના પટેલ, પૂર્ણેશ મોદી, સંગીતા પાટીલ અને મેયર ડો. જગદીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અદ્યતન સુવિધાઓથી સજ્જ ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના ઉદ્ઘાટન પ્રસંગે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન પ્રમોદ ચૌધરી, વાઇસ ચેરમેન વિનોદ એફ. અગ્રવાલ, સેક્રેટરી રસિક નરનારાયણ જાલાન, પ્રિન્સિપાલ  જી.આર. શિવાકુમાર, તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના બોર્ડ ઓફ ગવર્નર્સ, અનિલ ચૌધરી, બાબુલાલ મિત્તલ, ગજાનંદ એસ. અગ્રવાલ, ગૌરી શંકર કોકરા, ગોવિંદપ્રસાદ જી. સરાવગી, જયપ્રકાશ અગ્રવાલ, જિતેન્દ્ર કુમાર આર્ય, માધવ ભાગેરિયા, મહેન્દ્ર ચૌધરી, મહેશ ભીમસરિયા, મૂકેશ કે. કોકરા, નરેશ અગ્રવાલ, રાજેશ બી. પોદ્દાર, રાજીવ બી. ચૌધરી,  રાજકુમાર અગ્રવાલ, રાકેશ સરાવગી, સંજય પોદ્દાર, સંજય સરાવગી, વિદ્યાકર બંસલ, વિમલ પોદ્દાર અને વિનોદ એચ. અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વિશે માહિતી આપતાં તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન  પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે, “આત્મવિશ્વાસ અને જુસ્સાથી ભરપૂર યુવા રમતવીરોને વિશ્વસ્તરીય સુવિધાઓ ધરાવતા ઇન્ડોર કોમ્પલેક્ષ ઉપલબ્ધ કરાવવાનું અમારું સપનું સાકાર થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કોમ્પલેક્ષ માત્ર તાપ્તી વેલીના વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ રમત-ગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા નિખારવા ઇચ્છતા તમામ માટે ખુલ્લું છે. આ બેજોડ કોમ્પલેક્ષ એન્જિનિયરીંગનો નમૂનો છે. તે તમામ આધુનિક સુવિધાઓ તી સજ્જ છે તથા સમગ્ર કોમ્પલેક્ષ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા ફિક્સ્ડ કેમેરાથી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હેઠળ છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયા કેમ્પેઇનને સહયોગ કરવા તથા ખેલ મહાકુંભમાં વધુ ખેલાડીઓ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે જરૂરી સજ્જતા કેળવી શકે તે ઉદ્દેશ્ય સાથે રૂ. 10 કરોડના ખર્ચે આ ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી સુરત સહિત આસપાસના આદિજાતિ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન તથા જરૂરી સુવિધાઓ અને તાલીમ મળી રહેશે.

ચેરમેન પ્રમોદ ચૌધરીએ પોતાનું વિઝન રજૂ કરતાં જણાવ્યું હતું કે, “કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઇને ભારત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવું આપણે ઇચ્છીએ તો ઇનડોર સ્ટેડિયમ હોવા અત્યંત આવશ્યક છે. શાળામાં ફિઝિકલ એજ્યુકેશન માટે પણ તે મહત્વપૂર્ણ સૂચક છે. શાળા અને કોલેજ સ્પોર્ટ્સ એજ્યુકેશનની જરૂરિયાતોને પૂર્ણ કરવાની સાથે તે વ્યાપક રમત-ગમત પ્રવૃત્તિઓના વિકાસ માટે પણ ખુલ્લું પ્લેટફોર્મ બની રહેશે.”

તાપ્લી વેલી ખાતે આ ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વિવિધ રમત-ગમતની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને ડિઝાઇન કરાયું છે. આ કોમ્પલેક્સમાં સ્વિમિંગ પુલ, જીમનેશિયમ, રાઇફલ શુટિંગ અને ડાર્ટ રૂમ, વોલી બોલ અન બેડમિન્ટ કોર્ટ, સ્કવોશ કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ તથા એરોબિક્સ, યોગા રૂમ વગેરે સામેલ કરાયાં છે.

પ્રમોદ ચૌધરીએ ઉમેર્યું હતું કે, “ઇનડોર કોમ્પલેક્સ આઉટડોર ફિલ્ડ્સ સંબંધિત તમામ સમસ્યાઓનો ઉકેલ આપ્યો છે. હવે વિદ્યાર્થીઓ હવામાનની પણ સ્થિતિમાં નિયમિતરૂપે તમામ ગેમ્સ અને સ્પોર્ટ્સની મજા માણી શકશે.”

તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં બેજોડ સ્પોર્ટ્સ ઇનડોર કોમ્પલેક્સ માટે સખત મહેનત કરનાર તમામ વ્યક્તિઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રમોદ ચૌધરીએ વક્તવ્યનું સમાપન કરતાં જણાવ્યું હતું કે, “અમે શહેર અથવા રાજ્ય નહીં, પરંતુ દેશ માટે બેસ્ટ ગેમ્સ ડિલિવર કરવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ અને વિશ્વસ્તરીય સ્પોર્ટ્સમેન તૈયાર કરવા કટીબદ્ધ છીએ, જેઓ આગામી વર્ષોમાં આપણા દેશને ગર્વ અપાવી શકે.”