હેર કેર અને ટ્રિટમેન્ટ્સ, સ્કિન કેર, નેઇલ કેર અને નવવધૂ માટે એર બ્રશ મેકઅપ માટે જાણીતું નામ બની ચૂકેલા રિફલેકશન્સ સલૂન એન્ડ સ્પાની સુરતમાં આજ રોજ વીઆર મોલ સુરત ખાતે દબદબાભેર પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે ટીવી અભિનેત્રી સાયંતની ઘોષ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે રિફલેકશન્સના સંચાલક અમિત શ્રોફે જણાવ્યું હતું કે રિફલેકશન્સ આજે હેર કેર અને હેર ટ્રીટ્મેન્ટ માટેનું વિશ્વાસપાત્ર નામ બની ગયું છે. સુરતમાં આ ચૌથી શાખાની શરૂઆત કરતા અમે આનંદની લાગણી અનુભવી રહ્યા છે. વર્ષ 2007માં પાર્લેપોઈન્ટ માનવ મંદિર કોમ્પ્લેક્સ ખાતે પહેલી શાખા શરૂ કરાઈ હતી. આજ સુધી રિફલેકશન્સના સ્ટાફે મુલાકાતીઓનો ભરોસો જાળવી રાખ્યો છે અને આજ કારણે આજે સુરતમાં ચૌથી શાખાની શરૂઆત થવા જઈ રહી છે. મારી વાઈફ અવનીએ મુંબઈ, લંડન અને હોંગકોંગ માંથી હર એન્ડ મેક અપ કોર્સેસ કરેલ છે અને અમારા ત્યાં હાઈ લેવલ હાઇજીન મેન્ટેઇન કરવામાં આવે છે.
રિફલેકશન્સની વિશેષતા એ છે સાઉથ ગુજરાતમાં ફક્ત રિફલેકશન્સમાં જ જાણીતી બ્યુર્ટી પ્રોડક્ટ બ્રાન્ડ કેરાસ્ટેટ્ના પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ફેશન પ્રિય યુવાઓ માટે આ નવી શાખા હેર કેર અને ટ્રિટમેન્ટ્સ, સ્કિન કેર, નેઇલ કેર અને નવવધૂ માટે એર બ્રશ મેકઅપ માટે વધુ એક પસંદગીનું સરનામું બની રહેશે.