ચંદ્રની સપાટી પર આ જગ્યાએ પડ્યું છે વિક્રમ લેન્ડર, નાસાએ રિલીઝ કર્યા ફોટો

નાસાએ ચન્દ્રયાન-2ના લેન્ડીંગને લઇને કેટલાક હાઇ રિઝ્યોલ્યુશન ફોટો રિલીઝ કર્યા છે. ફોટોના આધાર પર નાસાએ કબુલાત કરી છે કે ચન્દ્રયાન-2ના લેન્ડર વિક્રમની ચન્દ્રની સપાટી પર હાર્ડ લેન્ડીંગ થઇ હતી. નાસાના હાઇ રિઝ્યોલ્યુશન ઇમેજ તેના લ્યૂનર ઓર્બિરટર કેમેરા મારફતે લેવામાં આવ્યા છે. જે અનસ્પર્શ સપાટી પર ભારતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચન્દ્રયાન-2ની લેન્ડીંગ થનાર હતી, ત્યાં લેન્ડર વિક્રમની હાર્ડ લેન્ડીંગ થઇ હતી.

સાતમી સપ્ટેમ્બરે ઇસરો સાથે સંપર્ક ગુમાવતા પહેલાં વિક્રમ લેન્ડરે ચંદ્ર પર આવેલા સિમ્પેલિયસ-N અને મેન્ઝીનસ-C ક્રેટર્સ વચ્ચે લેન્ડીંગ કરવાનો પ્રયાસો કર્યો હતો. નાસા દ્વારા રિલીઝ કરાયેલા ફોટોમાં અસ્પષ્ટ રીતે પણ વિક્રમ લેન્ડર આ બન્ને ક્રેટર્સ વચ્ચે પડી ગયું હોવાનું જણાઈ આવી રહ્યું છે.

ક્રેટર એ બાઉલ-આકારનું અથવા હોલોવેડ-આઉટ એરિયા છે, જે ઉલ્કાપાત કે જ્વાળામુખીના વિસ્ફોટના પ્રભાવથી ઉત્પન્ન થાય છે.

વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડીંગના સમાચાર નાસા દ્વારા આપવામાં આવ્યા છે. નાસાએ કહ્યુ છે કે વિક્રમ લેન્ડરે એક સમતલ સપાટી પર લેન્ડિંગ કરવાના પ્રયાસ કર્યા હતા. જો કે ઉતરાણ અપેક્ષા મુજબ ન રહેતા તમામ લોકો નિરાશ થયા હતા. ત્યારબાદ સાતમી સપ્ટેમ્બરના દિવસે લોન્ચ બાદ તમામ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જો કે સફળતા મળી ન હતી.

લોંચ બાદ તમામ પ્રક્રિયા યોગ્ય રીતે છેલ્લે સુધી ચાલી હતી. જો કે ઉતરાણના નિર્ણાયક સમયમાં જ ઇસરોનો સંપર્ક વિક્રમ લેન્ડર સાથે તુટી ગયો હતો. નાસાની તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે ચન્દ્રની સપાટી પર નાસાની હાર્ડ લેન્ડીંગ થઇ હતી.સ્પેસક્રાફ્ટ કયા લોકેશન પર લેન્ડ થયુ હતુ તે સંબંધમાં માહિતી મળી શકી નથી.

તમામ ફોટાઓ કેન્દ્રકથી 150 કિલોમીટરના અંતરેથી પાડવામાં આવ્યા છે. લોકેશનને લઇને હજુ પણ શંકાની સ્થિતી છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે સાતમી સપ્ટેમ્બરના દિવસે લેન્ડર વિક્રમને ચન્દ્રની સપાટી પર ઉતરાણ કરવાની જરૂર હતી. ચન્દ્ર પર સોફ્ટ લેન્ડીંગ માટે ભારત તરફથી પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમેરિકાની સ્પેસ એજન્સીના કહેવા મુજબ લેન્ડીંગ સાઇટથી થોડાક સ્તરે થયુ હતુ. હજુ સુધી LROCની ટીમને ઇમેજ અને લેન્ડરની લોકેશન અંગે માહિતી મળી શકી નથી.