ઘોર કળીયુગ: એક પુરુષ પર પાંચ પુરુષોએ કર્યો ગેંગરેપ, જાણો મુંબઈની સનસનાટીપૂર્ણ ઘટના વિશે

મુંબઈના વાશીના સાગર વિહાર લેક વિસ્તારમાં એક પુરુષ પર પાંચ પુરુષોએ બળાત્કાર કરતા સનસનાટી મચી જવા પામી છે. પુરુષો દ્વારા પુરુષ પર બળાત્કાર થવાની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. ઈવનિંગ વોકમાં નીકળેલા 32 વર્ષીય પુરુષ પર સાંજના સમયે નશો કરેલી હાલતમાં આવેલા પાંચ પુરુષોએ ગેંગરેપ કર્યો હતો.

ભોગ બનેલો પુરુષ ફરીયાદ ન કરે તેના માટે તેના ગુપ્તાંગોને પણ ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી હતી. આ કૃત્ય કર્યા બાદ પાંચેય બળાત્કારીઓ ફરાર થઈ ગયા છે. વાશી પોલીસે પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્વ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

બેલાપુર સ્થિત ખાનગી કંપનીમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરનાર રેપનો ભોગ બનેલો પુરુષ સોમવારે સાંજે તેની ઓફિસના સમય બાદ સાંજે વિહાર લેક વિસ્તારમાં માટે સાંજના સમયે વોકીંગ માટે ગયો હતો. જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પાછો ન આવ્યો ત્યારે તેના પરિવારે તેની શોધ શરૂ કરી હતી, પોલીસે જણાવ્યું હતું કે, પાછળથી કોઈએ પરિવારને જાણ કરી કે તે સાગર વિહાર વિસ્તારમાં બેભાન જેવી હાલતમાં જોવા મળ્યો છે. રાત્રે નવ વાગ્યાની આસપાસ પાંચ પુરુષોએ તેના પર રેપ કર્યો હતો. પીડિતને બાદમાં કોપર ખૈરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોકટરોએ રેપિસ્ટોએ તેનાં ગુપ્તાંગોમાં નાંખેલા સુકા નાળીયેરના કૂચાને બહાર કાઢ્યો હતો. આ પુરુષ પર નિર્દયી રીતે શારીરિક અત્યાચાર કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવી રહ્યું છે.

હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, “અમે પહેલી વાર આ પ્રકારનો કેસ જોયો છે,”તેમણે ઉમેર્યું કે “જ્યારે ભોગ બનેલા પુરુષને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે ખૂબ જ ગંભીર હાલતમાં હતો, તેના શરીર પર ઘણા નિશાન હતા.” દર રવિવારે સાગર વિહારના મીની-સી કિનારા પર ક્લિન-અપ ડ્રાઇવ ચલાવનારા સ્થાનિક રહેવાસી રોહિત મલ્હોત્રાએ કહ્યું, “સાગર વિહાર રાત્રે એક જોખમી સ્થળ છે. અમે કોન્ડોમ અને આલ્કોહોલની બોટલો, વપરાયેલા કપડાં અને ઘણા બધા એકત્રિત કરીએ છીએ. અહીંથી દર રવિવારે વાંધાનજક અને પ્રતિબંધિત વસ્તુઓ એકત્ર કરવાનું કામ રોહિત મલ્હોત્રા કરે છે.તે કહે છે કે અમે મોટે ભાગે સાંજે આ વિસ્તારમાં જવાનું રીતસર ટાળીએ છીએ.