હવે ફેસબૂક બતાવશે કે ફોટો કે પોસ્ટ પર શું કોમેન્ટ કરવી, દેખાયું નવું ફિચર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક દ્વારા યૂઝર્સને લેટેસ્ટ અપડેટ્સ સાથે નવા ફિચર પ્લાન કરવામાં આવી રહ્યા છે. ફેસબૂક એન્ડ્રોઈડ અને iOS યૂઝર્સને એપ પર અનેક નવા ફિચર્સ આપી રહ્યું છે. નવા ફિચર્સ એડ કરી જૂના ફિચર્સ દુર કરવાના વિકલ્પો પણ આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ફેસબૂકે ગ્રુપ સ્ટોરીઝ ફિચરને દુર કરી દીધું છે, જોકે રેગ્યુલર પર્સનલ સ્ટોરીઝ ઓપ્શન ખુલ્લા રાખ્યા છે. જે યૂઝર્સને મળતા રહેશે. ફેસબૂક કેટલાક નવા ફિચર્સ ટેસ્ટ કરી રહ્યું છે અ ટૂંકા સમયમાં તેમાં સ્ટેબલ અપડેટ મળી શકે એમ છે.

ફેસબૂક પોતાના આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી યૂઝર્સે સૂચન આપી શકે છે કે ક્યા ફોટો કે પોસ્ટ પર શું કોમેન્ટ કરી શકાય. જોકે, આ ફિચર નવું નથી અને એપના માર્કેટપ્લેસ સેક્શનની સાઈટ પર યૂઝર્સ સજેસ્ટેડ કોમેન્ટ દેખાતા રહ્યા છે. પ્રોફાઈલ અને ટાઈમ લાઈન પર જોવાતા ફોટો અને પોસ્ટ માટે ફેસબૂક દ્વારા કોમેન્ટ સૂચિત કરવાનું કામ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ કે એઆઈ બેઝ હોઈ શકે છે. ફેસબૂક એપ પર યૂઝર્સને પોસ્ટ પૂર્વે કોમેન્ટ માટે સૂચન આપવામાં આવે છે. પણ તેમાં માત્ર ઈમોજી જ સામેલ છે.

ગેઝેટ્સ નાઉને ફેસબૂકના નવા ફિચરની ઝલક મળી છે. ફોટો પર કોમેન્ટ કરતા પહેલાં તેમને કેટલાક સંભવિત કોમેન્ટ્સના ઓપ્શન આપવામાં આવ્યા હતા. તેમની સામે એક ‘x’નું ઓપ્શન છે અને આ સજેશનને હટાવી શકાય છે. જોકે, દરેક ફોટો અથવા પોસ્ટ પર કોમેન્ટ કરતી વખતે આ ઓપ્શન દેખાતા નથી અને સેટીંગ્સ પણ ઓન કે ઓફ કર્યા બાદ પણ ઓપ્શન આપવામાં આવ્યું નથી. ફેસબૂક આ ફિચર પર માત્ર ટેસ્ટ કરી રહ્યુ છે અને યૂઝર્સ દ્વાર મળનારી પ્રતિક્રિયા બાદ તેમને કાયમી કરવા પર વિચાર કરશે. ઈ-મેલ સર્વિસ જી-મેલ પર પણ આવા જ પ્રકારનો સજેસ્ટેડ રિપ્લાયનું ઓપ્શન આપવામાં આવી રહ્યું છે.