આટલા રૂપિયામાં વર્ષ સુધી કોનું ઘર ચાલે છે? તલ્લાકશૂદા મહિલાઓને યોગી સરકાર વર્ષના 6 હજાર આપશે

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપીમાં ત્રણ તલાકથી પીડિત મહિલાઓની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનેક જાહેરાતો કરી હતી. યોગી આદિત્યાનાથે કહ્યું કે ત્રણ તલાક પામેલી મહિલાઓની સાથો સાથ તલાક પામેલી તમામ ધર્મોની પીડિતાઓને વર્ષના 6 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત પીએમ આવાસ અથવા તો મુખ્યમંત્રી આવાસ યોજનામાં સરકારી મકાન પણ આપવામાં આવશે.

મુખ્યમંત્રી યોગીએ પીડિતાઓ સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે તેમને સરકારી નોકરી પણ આપવામાં આસે અને તેમના કેસ મફતમાં લડવામાં આવશે. આ ઉપરાંત તેમણે અનેક જાહેરાતો કરી છે. યુપી સરકારનું આ પહેલું કામ છે કે જેમાં લઘુમતિ સમાજ અને ખાસ કરીને મુસ્લિમો વચ્ચે તે પહોંચી છે. આ કાર્યક્રમનું આયોજન લખનૌના ગોમતીનગરના ઈન્દીરા ગાંધી હોલમાં કરવામાં આવ્યું હતું. ત્રણ તલાક પીડિત મહિલાઓને સંબોધતા યોગીએ કહ્ કે પીએમ મોદીના સબ કા સાથ, સબ કા વિકાસની નીતિને રાજ્ય સરકાર અનુસરી રહી છે. બધાને જીવવાનો અધિકાર છે.

સીએમ યોગીએ કહ્યું કે આ નિર્માણની લડાઈ છે અને તેને આગળ વધારીશું. ગાડીનું એક વ્હીલ સ્ત્રી છે તો બીજું વ્હીલ પુરુષ છે. પુરુષોના વિકાસની સાથો સાથ મહિલાઓનો પણ વિકાસ થવો જોઈએ.