થોમસ કૂક: જાણો કેવી રીતે ડૂબી ગઈ દુનિયાની સૌથી જૂની ટૂર એન્ડ ટ્રાવેલ કંપની?

દુનિયાની સૌથી જૂની-પુરાણી ટ્રાવેલ કંપની થોમસ કૂકે એક જ ઝાટકે ડૂબી ગઈ છે. 1841માં નાના પાયા પર શરૂ કરાયેલી આ કંપની એટલી મોટી થઈ ચૂકી હતી કે તેની અસર સમગ્ર વિશ્વ પર પડી છે. કંપનીના 6 લાખ ટૂરિસ્ટ જ્યાં છે ત્યાં જ ફસાઈ ગયા છે.

બ્રિટનની ટૂર કંપની થોમસ કૂકે નાદારી જાહેર કરી દીધી છે. કંપનીએ પણ તમામ ફ્લાઈટ્‌સ અને હોલિડે બુકિંગ સોમવાર સવારથી જ કેન્સલ કરાવી દીધી છે. છ લાખ ટ્રાવેલર્સનું બુકિંગ સોમવારે સવારે જ કેન્સલ કરી દેવામાં આવ્યું છે. જોકે, ભારતમાં ઓપરેટ થનારી થોમસ કૂક પર આ નાદારીની કોઈ જ અસર નહીં થાય. જોકે, ગોવામાં આવેલી ઓફીસને અંદાજે 50 કરોડનું નુકશાન થવાનો અંદાજ છે.

બ્રિટનની સરકારે નિવેદન આપતા કહ્યું છે કે 1.5 લાખ બ્રિટનના ગ્રાહક કે જે વિદેશોમાં છે તેમને પરત લાવવા માટે મોટું અભિયાન હાથ ધરવામાં આવશે. સિવિલ એવિશન ઓથોરિટીએ કહ્યું કે થોમસ કૂકની ચાર એરલાઈન્સ જમીન પર આવી ગઈ છે.

178 વર્ષ જૂની થોમસ કૂકના રાતોરાત શરટ ડાઉન થયા છે તેના કારણે વિશ્વભરના હોટલ બૂકીંગ કરનારા 6 લાખ લોકો ફસાયા છે. તેમની સાથે જ 16 દેશોમાં પથરાયેલા કંપનીના અંદાજે 22 હજાર કર્મચારીઓ બેકાર થવાના કિનારે આવી ગયા છે. આ સંકટને દ્વિતીય વિશ્વ યુદ્વ પછી સાથે સરખામણી કરવામાં આવી રહી છે. દ્વિતીય વિશ્વ યુદ્વ પછી પહેલી વાર આટલી મોટી સંખ્યામાં ટૂરિસ્ટો સલવાઈ ગયા છે. થોમસ કૂક એવી પહેલી કંપની હતી કે જેણે ફેમિલી સાથે ફરવાના પેકેજનો પ્રારંભ કર્યો હતો. બ્રિટનની આટલી પ્રખ્યાત કંપની કેવી રીતે બંધ થઈ ગઈ તે જાણવું પણ મહત્વું બની રહેશે.

  • 1841માં થોમસ કૂકનો પાયો બ્રિટીશ નાગરિક થોમસ કૂકે નાંખ્યો હતો.
  • 1955માં પહેલી વાર હોલી-ડે પેકેજની શરૂઆત કરાઈ
  • 1892માં કંપનીના સ્થાપક થોમસ કૂકનું નિધન થયું અને કંપની તેમના પુત્ર જોન મેસન કૂકના હાથમાં આવી.
  • 1928 સુધી કૂકના પૌત્રોએ કંપનીનં સંભાળી. ત્યાર બાદ કંપનીને અન્યોને વેચી દેવામાં આવી. થોમસના પૌત્ર ફ્રેન્ક અર્નેસ્ટે આ સોદો કર્યો હતો.
  • 1948માં કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આયું. તે વખતે કંપની વેચાઈ જવાની આરે આવી ગઈ. પણ સરકારે તેનો કબ્જો લઈ લીધો.
  • 1972માં કંપનીનું ફરી પ્રાઈવેટાઝેશન થયું. કંપનીને મીડ લેન્ડ, હોટેલિયર ટ્રંસ્ટ હાઉસ ફોર્ટ અને ઓટોમોબાઈલ એસોસિએશને ખરીદી લીધી. થોમસ કૂકનો વૈશ્વિક રીતે વિસ્તાર કરાયો.
  • 1992માં જર્મન કોન્સોર્ટીયમે થોમસ કૂક પર આધિપત્ય જમાવ્યું અને 2001માં C&N ટૂરિસ્ટીક એજીએ ટેકઓવર કરી ત્યારથી થોમસ કૂક એજી થયું.

2007માં થોમસ કૂક અને યૂકે સ્થિત પેકેજ ટ્રાવેલ કંપની એવી માય ટ્રાવેલનું વિલીનિકરણ થયું. આ વિલય આત્મઘાતી બન્યું અને અહીંયાથી તેના પતનની શરૂઆત થઈ. આના કારણે થોમસ કૂક દેવાદાર બનતી ગઈ અને બહાર આવી શકી નહીં. આ ઉપરાંત નવી કંપની જેટ-2 હોલીડે જેવી જબરદસ્ત કંપની સામે થોમસ કૂક ઝીંક ઝીલવામાં નિષ્ફળ રહી.

દેવામાંથી બહાર આવવા માટે ગયા વર્ષે થોમસ કૂકે ચીનની ઈન્વેસ્ટમેન્ટ કંપની ફોસન સાથે 1.1 અરબ ડોલરનું રેસ્કયુ ડીલ કરી હતી. પણ આ ડીલ પણ કારગત નિવડી નહીં. તે સમયે કંપની પર 1770 કરોડનું દેવું હતું જેની ચૂકવણી કરી શકાઈ નહીં.

થોમસ કૂકને સૌથી વધુ ઈન્ટરનેટે ડૂબાવી છે. સોશિયલ મીડિયા નેટવર્કીંગ અને ઈ-કોમર્સ બેઝ કંપનીઓએ સમગ્ર વિશ્વમાં સંગઠીત ટૂરિઝમ અને હોસ્પિટલિટી ઈન્ડસ્ટ્રીઝની ઘોર ખોદી નાંખી છે. આજે કોઈ પણ જગ્યાએ જવા માટે અનેક વેબસાઈટ હાજર હુજુર છે. હોટલ, બંગલા, ટેક્સી, ભોજન સહિતની સુવિધા બૂક કરવા માટે થોમસ કૂક પ્રાયોરીટી રહી નહી અને એક જ ઝાટકે 178 વર્ષ જૂની કંપનીને બંધ કરવાનો વારો આવ્યો.