તાપી: 87 વર્ષના વૃદ્ધને ઘરમાં બંધક બનાવી ત્રણ લૂંટારૂઓએ 10 લાખની લૂંટ કરી

તાપી જિલ્લાના વ્યારામાં 87 વર્ષના વૃધ્ધને બંધક બનાવી 10 લાખની લૂંટ ચલાવાઈ હતી.વ્યારાના કાનપુરા વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા 87 વર્ષીય વૃધ્ધ લૂંટી લેવાય હતાં. ધોળા દિવસે ૨૦ થી ૩૦ વર્ષના અજાણ્યા લૂંટારાઓએ વૃધ્ધને શિકાર બનાવ્યાં હતાં.વૃદ્ધને માથામાં બોથડ પદાર્થનો માર મારી દોરીથી બાંધી દિલધકડ લૂંટ ચલાવી હતી. તાપી એલસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આસપાસના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વ્યારાના કાનપુરા કિરણ જ્યોતની સામે રહેતા ગમનલાલ જીવાજી શાહ (ઉ.વ.આ.87)ના એકલવાયું જીવન જીવે છે. તેઓ આજે ઘરમાં એકલા હતા ત્યારે ત્રણ અજાણ્યા ઈસમોએ બંધ બનાવી બોથડ પદાર્થ વડે કપાળ પર માર મારી ઈજા પહોંચી લોહીલુહાણ કરી દીધા હતાં. બાદમાં કબાટમાં રહેલા રૂપિયા 10 લાખની લૂંટ ચલાવી હતી.

વયોવૃધ્ધની લૂંટ કોઈ જાણભેદુએ કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે કારણ કે પાંચથી સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતા ત્રણેક લૂંટારૂઓ 20થી 30 વર્ષની ઉમરના હતાં. તેમને ખબર હતી કે, વૃધ્ધના ઘરમાં 10 લાખ રૂપિયા રોકડા છે. અથવા તો વૃધ્ધની થોડા દિવસોથી રેકી કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાની દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.