PMC બેન્ક પર RBIએ મૂક્યો પ્રતિબંધ, હવે રોજ માત્ર એક હજાર રૂપિયા જ મળશે, લાંબી લાઈન લાગી

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા(RBI)એ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોર્પોરેશન બેન્કના ઓપરેશનલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. RBIના આદેશ પ્રમાણે હવે ખાતેદારો પોતાના અકાઉન્ટમાંથી માત્ર એક હજાર રૂપિયા જ કાઢી શકશે. સાથે જ બેન્કે નવા લોન આપવાની પ્રક્રિયા પણ અટકાવી દીધી છે. . RBIના આદેશના પગલે બેન્કની બ્રાન્ચો પર લાંબી લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે. ખાતેદારોએ મોટાપાયા પર હંગામો કર્યો છે. બેન્કની શાખાઓ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

RBIના આદેશ બાદ દેશના પાટનગર સહિત મુંબઈ ખાતે આવેલી બેન્કી શાખાઓ પર લોકો ઉમટી પડ્યા છે. RBI દ્વાર બેન્કોની તરલતા અને આર્થિક સ્થિતિ પર નજર રાખવામાં આવે છે. જોકે, પીએમસી પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેના કારણે જાણી શકાયા નથી.

રીઝર્વ બેન્કે નોટીફિકેશન ઈશ્યુ કરી જણાવ્યું છે કે પીએમસીને આપવામાં આવેલા નિર્દેશનો અર્થ એ નથી કે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. હવે પછીના આદેશ સુધી બેન્કે નોટીફિકેશન પ્રમાણે કામ કરતા રહેવું પડશે. હાલ બેન્ક પર 6 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.