પૂર્વ PM મનમોહનસિંહનું મોટું નિવેદન: કહ્યું “ 6 સચિવ, 1 ડરઝન અધિકારીઓ પાસેથી ફાઈલ પાસ થઈ તો માત્ર ચિદમ્બરમ આરોપી કેવી રીતે? “

પૂર્વ PM મનમોહનસિંહે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરની તિહાર જેલમાં મુલાકાત બાદ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જે પ્રસ્તાવને મંજુરી આપવાના અધિકારીઓ દોષિત નથી તો પછી ચિદમ્બરમને નાણામંત્રી તરીકે ગુનો કરવાનો આરોપ કેવી રીતે મૂકવામાં આવી રહ્યો છે. જો કોઈ મંત્રીને ભલામણ કરવાની મંજુરી આપવા માટે જવાબદાર ઠેરવવામાં આવશે તો સંપૂર્ણ સરકારી પ્રણાલિ ધ્વસ્ત થઈ જશે.

મનમોહનસિંહે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે સોમવારે તિહાર જેલમાં બંધ પી.ચિદમ્બરમની મુલાકાત કરી હતી અને કોંગ્રેસની એક્તા દર્શાવી હતી. INX મીડિયા કેસમાં જેલવાસ ભોગવી રહેલા પી.ચિદમ્બરમ હાલ તિહાર જેલમાં છે.

મુલાકાત બાદ મનમોહનસિંહે કહ્યું કે અમે અમારા સહયોગી પી.ચિદમ્બરને જલમાં સતત બંધ રાખવા અંગે ચિંતિત છીએ. આપણી સરકારી પ્રણાલિમાં કોઈ એક નિર્ણય એક વ્યક્તિ દ્વારા લેવામાં આવતો નથી. મોટાભાગના નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવે છે અને તે બધું ફાઈલોમાં હોય છે. કેન્દ્ર સરકારના 6 સચિવ સહિત એક ડરઝન અધિકારીઓએ ફાઈલ અને પ્રસ્તાવની તપાસ કર્યા બાદ મંજુરી આપવામાં આવી હતી.

ચિદમ્બરમે મંત્રી તરીકે ભલામણને મંજુરી આપી હતી. પૂર્વ પીએમએ સવાલ ક્રયો કે જો અધિકારીઓએ કોઈ ભૂલ કરી નથી તો જે મંત્રીએ પ્રસ્તાવ માટે ભલમાણને મંજુરી આપી તેને જ માત્ર આરોપી કેવી રીતે બનાવી શકાય છે. તેમણે કહ્યું કે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને ન્યાય મળશે.