લાલ કપ્તાન: સૈફ અલી ખાનનો આ લૂક જોઈને તમે ચોંકી જશો, જૂઓ ધમાકેદાર ટ્રેલર

સૈફ અલી ખાનની આગામી ફિલ્મ લાલ કપ્તાનનુ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સૈફ અલી ખાના ટ્રેલરને ટાઈટલ આપવામાં આવ્યું છે લાલ કપ્તાન,ચેપ્ટર-વન-ધ હન્ટ. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અત્યંત અનોખા અંદાજમાં જોવા મળી રહ્યો છે. લાલ કપ્તાનમાં સૈફ એવા લૂકમાં જોવા મળી રહ્યો છે કે તેને જોઈને તમે ચોંકી જશો. ફિલ્મના ડાયલોગ્સ પણ કમાલના છે અને જબરદસ્ત એક્શન પણ જોવા મળી રહી છે. ટ્રેલરમાં સોનાક્ષીસિંહાનો પણ અવાજ સંભળાય છે.

લાલ કપ્તાનમાં સૈફ અલી ખાન નાગા સાધુની ભૂમિકા કરી રહ્યો છે. ફિલ્મને ઈરોઝ ઈન્ટરનેશનલ અને આનંદ એલ રાયના કલર યલો પ્રોડક્શનનાં બેનર તળે નિર્માણ કરવામાં આવી છે. ફિલ્મ સંપૂર્ણ રીતે વેરઝેર, દગા અને ડ્રામા પર આધારિત છે. જોકે, સૈફના ડોયલોગ્સ અને તેનો લૂક તદ્દન અલગ છે, જે ફેન્સને જરૂરથી ગમશે.

લાલ કપ્તાન 18મી ઓક્ટોબરે રિલીઝ થશે. ઈરોઝના એમડી સુનીલ લુલ્લાએ કહ્યું કે ફ્લિમની સ્ટોરી અત્યંત રોમાંચક છે. તેમાં ડ્રામેટીક કેરેક્ટર્સ પણ છે. ફિલ્મની સ્ક્રીપ્ટ ખુદ સૈફ અલી ખાને લખી છે અને તેમાં તેનું ટેલેન્ટ જોવા મળવાનું છે. ફિલ્મને નવદીપસિંહે ડાયરેક્ટ કરી છે.

જૂઓ ટ્રેલર…