કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ મિલિંદ દેવરાએ અમેરિકાના હ્યૂસ્ટનમાં આયોજિત થયેલા “હાઉડી મોદી” કાર્યક્રમના ભરપેટ વખાણ કર્યા છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ભારતીય કૂટનીતિને સારી રીતે પ્રસ્તુત કરી. આ મેગા શો માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત હતા. વડાપ્રધાન મોદીએ દેવડાનો આભાર માનતા કેમના પિતા અને પોતાના દોસ્ત મુરલી દેવડાના યોગદાનનો ઉલ્લેખ કર્યો.
હાઉડી મોદી કાર્યક્રમ બાદ દેવરાએ ટ્વીટ કર્યું કે, હ્યૂસ્ટનમાં વડાપ્રધાન મોદીનું સંબોધન ભારતીય કૂટનીતિ માટે ઉલ્લેખનીય ક્ષણ રહ્યું. મારા પિતા મુરલી દેવડાએ ભારત અને અમેરિકાના સંબંધોને ભૂતકાળમાં મજબૂત કર્યા છે. ટ્રમ્પ તરફથી મળેલા સત્કાર અને ભારતીય-અમેરિકીના યોગદાનનો ઉલ્લેખ આપણને ગૌરવાન્વિત કરે છે.
દેવડાના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાને લખ્યું કે, આભાર મિલિંદ દેવરા. આપે અમારા સ્વર્ગીય મિત્ર મુરલી દેવડાનો ઉલ્લેખ બીલકુલ યોગ્ય રીતે કર્યો છે. તેમણે અમેરિકા સાથે ભારતના સંબંધોની મજબૂતી માટે સારુ કામ કર્યું હતું. બંન્ને દેશોના પ્રગાઢ સંબંધોને જોઈને તેઓ ખૂબ ખુશ થતા હતા. દેવરાની ભાજપમાં જવાની અટકળોએ જોર પકડ્યું છે. આ પહેલાં લોકસભા ચૂંટણીમાં પણ દેવરાને ભાજપમાં લઈ જવાની કોશીશ જાણીતા ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવી હતી.