એટલી બધી નોટીસો મળી કે આઝમ ખાનનો દરવાજો નોટીસોથી ભરાઈ ગયો

વિવાદોમાં ફસાયેલા સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. આઝમ ખાનના રામપુર સ્થિત નિવાસસ્થાને પોલીસે કોર્ટની અનેક નોટિસ એકસાથે ચોંટાડી દેતા તેમનો મુખ્ય દરવાજો નોટિસથી ભરાઇ ગયો છે.

પોલીસના અધિકારીઓએ જમીન હડપ કરવાના તેમજ અન્ય મામલાઓમાં કોર્ટની અનેક નોટિસ એકસાથે તેમના દરવાજા પર ચિપકાવી દીધી. જેના કારણે આઝમ ખાનના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર જ્યાં નજર કરો ત્યાં નોટિસ જ નોટિસ દેખાઇ રહી છે.

જે પૈકી કેટલીક નોટિસ આઝમ ખાનના પત્ની તઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમના નામે પણ છે. સોશિયલ મીડિયા પર નોટિસની આ તસવીર ભારે વાયરલ થઇ રહી છે. મહત્વનું છે કે આઝમ ખાન વિરૂદ્ધ અત્યાર સધી ૮૦થી વધુ મામલાઓ દાખલ થઇ ચૂક્યા છે. જે પૈકી મોટાભાગના કેસ જૌહર યુનિવર્સિટી માટે જમીન હડપ કરવા સંબંધિત છે.