શેરબજારમાં તેજી, 1,075.41 પોઈન્ટનો ભારે ઉછાળો

કોર્પોરેટ ટેક્સ રેટમાં શુક્રવારના દિવસે જોરદાર ઘટાડો કરવામાં આવ્યા બાદ શેરબજારમાં તેજીનો માહોલ આજે પણ અકબંધ રહ્યો હતો. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ વધુ 1,075.41 પોઇન્ટ ઉછળીને 39038 ની ઉંચી સપાટી પર પહોંચી ગયો હતો. સેંસેક્સે 39 હજારની સપાટીને કુદાવી દીધી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે નિફ્ટી 311 પોઇન્ટ ઉછળી ઉંચી સપાટી પર રહ્યો હતો. કારોબારીઓ અને મુડી રોકાણકારોની સંપત્તિમાં શરૂઆતમાં જ જોરદાર તેજી નોંધાઇ ગઇ છે. બીએસઇ મીડકેપ ઇન્ડેક્સમાં 2.4 ટકા અને સ્મોલ કેપમાં 1.7 ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. હોટેલ કંપનીઓના શેરમાં 16 ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો.

શુક્રવારના દિવસે શેરબજારમાં અભૂતપૂર્વ ઉછાળો રહ્યો હતો અને છેલ્લા એક 10ના ગાળામાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો 1,075.41પોઇન્ટનો સેંસેક્સમાં રહ્યો હતો. આજે ધારણા પ્રમાણે જ તેજી રહી હતી. વિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાંથી 4193 કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી છે. જો કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા ફિસ્કલ રાહતના પગલા બાદ તેજીનો માહોલ હવે જોવા મળે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર શુક્રવારના દિવસે કોર્પોરેટ ટેક્સ રેટમાં 10 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. સાથે સાથે વધારવામાં આવેલા ટેક્સ સરચાર્જને એફપીઆઈના હાથે ડેરિવેટિવ્સ સહિત કોઇપણ સિક્યુરિટીના વેચાણથી ઉભી થનારા માર્કેટ મૂડી લાભ પર લાગૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

નાણામંત્રીની આ જાહેરાત બાદ શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં 625 પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. જેથી તેની સપાટી  38014 રહી હતી. આવી જ રીતે નિફ્ટી 199 પોઇન્ટ ઉછળીને 11274ની સપાટીએ રહ્યો હતો. આગામી સપ્તાહથી કારોબારીઓ ટેક્સ રેટમાં કાપને ધ્યાનમાં લઇને કારોબાર કરી શકે છે જેથી તેજીના સંકેત દેખાઈ રહ્યા છે.

મોટાભાગના નિષ્ણાતો આવો અભિપ્રાય આપી રહ્યા છે. નવા સત્રમાં દલાલ સ્ટ્રીટને તેજી તરફ લઇ જનાર 6 પરિબળોમાં એફએન્ડઓની પૂર્ણાહૂતિ, એફઆઈઆઈ પ્રવાહ, મોદીની અમેરિકા યાત્રા, બેંક લોન ગ્રોથ ડેટાનો સમાવેશ થાય છે. બજાર ઉપર સૌથી સારી અસર મોદીની અમેરિકાની યાત્રાથી થનાર છે જેમાં મોદી અમેરિકામાં હાઉડી મોદી નામના મોટા ઇવેન્ટ યોજી ચુક્યા છે. આ કાર્યક્રમના ભાગરુપે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત થઇ રહી છે. મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત ઉપર તમામની નજર રહેલી છે. આની અસર બજારમાં ચોક્કસપણે હકારાત્મકરીતે જોવા મળનાર છે.

રોકાણકારો બેંકલોન ગ્રોથના ડેટાને લઇને ઉત્સુક છે. આ ડેટા 27મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. ભારતમાં લોનમાં 10.2 ટકાનો વધારો ઓગસ્ટ મહિનામાં નોંધાયો છે. અગાઉના વર્ષની સરખામણીમાં આ વધારો ઉલ્લેખનીયરીતે રહ્યો છે. વૈશ્વિક મોરચા પર કેટલાક પરિબળોની અસર રહેનાર છે જેમાં ચીજવસ્તુઓમાં આંતરરાષ્ટ્રીય કારોબાર, બેરોજગારીના દાવા, ક્રૂડની વધતી કિંમતોનો સમાવેશ થાય છે.