ઈન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)ના ચીફ ડો.કે.સિવને કહ્યું હતુ કે ચંદ્રયાન-2ને 98 ટકા સફળતા મળી છે. તેમણે કહ્યું હતું કે ઈસરોનો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંપર્ક થઈ શક્યો નથી. પણ ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. ઓર્બિટર સાડા સાત વર્ષ સુધી ચંદ્ર સંબંધિત માહિતી અને આંકડા મોકલતું રહેશે. ઈસરો ચીફના આ નિવેદન બાદ દેશના કેટલાક વૈજ્ઞાનિકોએ પ્રશ્નો ઉભા કર્યા છે. એક વૈજ્ઞાનિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને કે.સિવનના નેતૃત્વ અને રોકેટ સાયન્સ પર લેખ લખ્યો છે.
વૈજ્ઞાનિકે દાવો કરી કહ્યું છે કે ગંભીર આત્મનિરિક્ષણ કર્યા વિના આવા નિવેદન દેશના દુનિયા સમક્ષ હાંસીનો પાત્ર બનાવે છે. ઈસરોના સૂત્રોનું માનીએ તો વિક્રમ લેન્ડર નક્કી કરેલા ઝડપ કરતા વધુ ગતિ સાથે ચંદ્રની સપાટી પર અથડાયું છે. હવે તેની સાથે સંપર્ક કરવો અસંભવ બની ગયું છે. હવે તેને હંમેશા માટે ગૂમાવી દીધું છે.
ઈસરો ચેરમેનના સલાહકાર અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર અમદાવાદના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર એક લેખ લખ્યો છે. ઈસરો ચીફ સિવનનું નામ લખ્યા વિના તેમણે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તપન મિશ્રાએ લખ્યું છે કે લીડર્સ હંમેશ પ્રેરિત કરે છે તેઓ મેનેજમેન્ટ કરતા નથી. નોંધનીય છે કે સિવન ઈસરો ચીફ બન્યા બાદ તરત જ તપન મિશ્રાને અમદાવાદના ડાયરેક્ટર પદેથી દુર કરવામાં આવ્યા હતા. તેમણે લખ્યું છે કે જ્યારે અચાનક નિયમોના અમલીકરની વ્યવસ્થા વધી જાય છે ત્યારે કાગળીયા કાર્યવાહીમાં વધારો થઈ જાય છે. મીટીંગ વધારે થાય છે અને તોડી મરોળીને વાતો કરવામાં આવે તો માની લેવું જોઈએ કે તમારી સંસ્થામાં લીડરશીપ દુર્લભ બની રહી છે.
તપન મિશ્રા આગળ લખે છે કે જ્યારે તમારું સ્કૂટરના ટાયરમાં રોડ પર પંક્ચર થઈ જાય છે તો તેને સુધારવા માટે મિકેનિકને બોલાવો છો. બરાબર થયા બાદ તે ફરીથી દોડવા માંડે છે. એટલે કે જ્યારે પણ કોઈ સ્પેસક્રાફ્ટ અથવા રોકેટ સાથે ગરબડ થાય તો મિકેનિકને ભૂલવો જોઈએ નહીં. સ્પેસ સાયન્સ અને ટેક્નોલોજીમાં 100 ટકા વિશ્વાસ જરૂરી છે. આના માટે અનેક સુધારાત્મક ઉપાય કરવાના રહે છે.
તપન મિશ્રા આગળ લખે છે કે જ્યારે તમે કોઈ મશીનને અંતરીક્ષમાં મોકલો છો તો તેના માટે સુધારાત્મક ઉપાય કરવાના રહે છે. કારણ કે અંતરીક્ષમાં માણસ નથી જે ગરબડને સરખી કરી આપે. મશીનને અંતરીક્ષમાં મોકલતા પહેલાં અંતરીક્ષના વાતાવરણના હિસાબે તપાસી લેવાનું હોય છે. તમામ સંભવિત મુશ્કેલીઓ પ્રમાણે મશીનની તપાસ કરવાની જરૂર હોય છે.
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના વૈજ્ઞાનિક ભરત ઠક્કરે પણ વિક્રમ લેન્ડરની ગુણવત્તા નિયંત્રણ અને વિશ્વસનીય પ્રણાલિને લઈ પ્રશ્નો ઉભા કર્યા છે. ભરત ઠક્કરે કહ્યું કે વિક્રમ લેન્ડરની મિકેનિકલ ડીઝાઈનને લઈ પોસ્ટમોર્ટ કરવામાં આવે. અને માલૂમ કરવામાં આવે કે વિક્રમની મિકેનિકલ ડિઝાઈનમાં સલામતીને લઈ શું શું કરવામાં આવ્યું છે શું આના પર કોઈ કાર્ય કરવામાં આવ્યું હતું?
અંગ્રેજી ન્યૂઝ પેપરને નામ ન આપવાની શરતે અંતરીક્ષ વૈજ્ઞાનીએ કહ્યું કે ઈસરોએ શું લેન્ડીંગ સમયે પાંચના બદલે એક જ થ્રસ્ટરનો ઉપયોગ કર્યો હતો. આ ટેક્નોલોજી વધુ આસાન બની શકી હોત. એક સાથે પાંચેય થ્રસ્ટર્સને ઓન કરી સરખા લેવલે સંચાલિત કરવું મુશ્કેલ હોય છે. આપણે એક શક્તિશાળી એન્જિન પર કામ કરવાની જરૂર હતી.
આ વૈજ્ઞાનિકે આરોપ મૂક્યો કે ચંદ્રયાન1ના વૈજ્ઞાનિકોને ચંદ્રયાન2ના પ્રોજેક્ટથી દુર કરી દેવામાં આવ્યા હતા. જે લોકો ચંદ્રયાન-1 પ્રોજેક્ટમાં હતા જ નહીં તેમને ચંદ્રયાન2ની ટીમમાં સામેલ કરાયા હતા.