ચંદ્ર પર છવાઈ ઘોર કાળી રાત: વિક્રમ સાથે સંપર્કની કોઇ સંભાવના નથી, તાપમાન માઈનસ 173 ડિગ્રી

ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં હાલ કાળી ઘેરી રાત છવાઇ ગઇ છે. ભારતના મહત્વકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-2 ના લેન્ડર વિક્રમ સાથે સંપર્કની તમામ આશાઓ હાલ તો ખત્મ થઇ ગઇ છે.  વિક્રમ સાથે સંપર્ક તુટયા બાદ 14 દિવસ સુધી લોકો ફરીથી સંપર્ક જોડવાની આશા રાખીને બેઠા હતા પણ શનિવારથી ચંદ્રમાં ઉપર રાત શરૂ થવાથી હવે સંપર્કની તમામ સંભાવનાઓ ખત્મ થઇ ગઇ છે.

અનેક પ્રયાસો છતા વિક્રમ સાથે સંપર્ક ન થવાથી હવે એ સવાલ લોકોના મનમાં જાગી રહ્યો છે કે ચંદ્રની સવારી ઉપર બેજાન પડેલા વિક્રમની સ્થિતિ શું છે ? ચંદ્રની સપાટી ઉપર શૂન્યથી નીચે માઇનસ 173 ડિગ્રી જેટલી થીજાવી દેતી ઠંડી સહન કરીને વિક્રમની સ્થિતિ શું હશે ? જેનો જવાબ તો નાસા જ આપી શકે છે.

ઇસરોની સાથે સમગ્ર દેશને એવી આશા હતી કે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઇ શકશે પણ શનિવારે બપોર બાદ ચંદ્ર ઉપર રાત પડવાથી ઇસરોના વડા કે.સિવને  જણાવ્યું કે કે વિક્રમ સાથે સંપર્ક નથી થઇ શકયો. સિવનના આ નિવેદનથી એવું માની શકાય કે હવે વિક્રમ સાથે સંપર્કની કોઇ સંભાવના નથી.