“હાઉડી મોદી”: હ્યુસ્ટન બન્યું મોદીમય, પ્રોટોકોલ તોડી PM મોદીએ એવું કામ કર્યું કે બધા જોતાં રહી ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સપ્તાહની અમેરિકાની મુલાકાત માટે શુક્રવારની રાતે રવાના થઇ ગયા છે. અમેરિકામાં પીએમ મોદીનો પહેલો કાર્યક્રમ ટેક્સાસના હ્યુસ્ટનમાં થવાનો છે, જ્યાં અહીં 50,000થી વધુ ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ કાર્યક્રમને ’હાઉડી મોદી’ નામ આપવામાં આવ્યું છે. હ્યુસ્ટનમાં અત્યારે સંપૂર્ણપણે માહોલ ‘મોદીમય’ થઇ ગયો છે. રસ્તા પર આ કાર્યક્રમના પોસ્ટર લાગેલા છે, તો અનેક લોકો આ આ કાર્યક્રમમાં સામેલ થવાના છે તેવા વીડિયો મુકી રહ્યાં છે. ત્યાં રહેતા ગુજરાતીઓ, ભારતીયો ઉપરાંત મૂળ અમેરિકનો પણ પીએમ મોદીને આવકારવા માટે થનગની રહ્યાં હોય તેવા અનેક વીડિયો સામે આવી રહ્યાં છે. પીએમ મોદીએ કાશ્મીરી પંડીતો સાથે મુલાકાત કરી હતી.

પીએમ મોદી જ્યારે એરપોર્ટ પર ઉતર્યા તો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને પુષ્પગુચ્છ આપવામાં આવ્યું અને તેમાંથી એક ફૂલ નીચે પડી ગયું તો પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને ફૂલને જમીન પરથી ઉંચકી લીધો હતો. અમેરિકામાં પણ પીએમ મોદીએ સફાઈનો ઉત્તમ દાખલો આપ્યો હતો. હાજર અધિકારીઓ પણ ખસિયાણા પડી ગયા હતા અને આશ્ચર્યથી જોયા કરતા હતા.

મહત્વનું છે કે શુક્રવારના રોજ હ્યુસ્ટનમાં એક કાર રેલી નીકાળી હતી. તે દ્રારા આ કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. અહીં ગાડીઓ પર ભારત-અમેરિકાના ઝંડાની સાથે લોકો નીકળ્યા અને કાર્યક્રમનો પ્રચાર કર્યો.હાઉડી મોદી નામનાં આ કાર્યક્રમમાં પહેલાથી જ ટ્રમ્પના સામેલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે વ્હાઉટ હાઉસ તરફથી તેની પુષ્ટિ થયા બાદ પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકાનાં રાષ્ટ્રપતિનું આ વિશેષ પગલું ભારત અને અમેરિકાની વચ્ચેની ખાસ મિત્રતાને દર્શાવે છે. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ૨૨ સપ્ટેમ્બરે યોજાનારા કાર્યક્રમમાં સામેલ થશે.