GST કાઉન્સીલના આ નિર્ણયથી હીરા ઉદ્યોગ લઈ રહ્યો છે રાહતના શ્વાસ

હીરાઉદ્યોગમાં જોબવર્કમાં જીએસટી પાંચ ટકાથી ઘટાડીને 1.50 ટકા કરાતા સુરતના હીરા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. હીરાના જોબવર્કમાં જીએસટીના દરમાં સીધો જ 3.50 ટકાનો ઘટાડો કરી દેવાતા હીરા ઉદ્યોગકારોએ આ નિર્ણયને આવકાર્યો હતો.

સરકારના આ નિર્ણયથી મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગકારોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં અનેક બાબતોમાં જીએસટીમાં રાહત અપાઈ છે. હીરાના જોબવર્ક માટે પહેલા પાંચ ટકાની વસૂલાત કરવામાં આવતી હતી. તેમાં ઘટાડો કરીને 1.50 ટકા કરાઈ હતી.

આ જાહેરાત હીરા ઉદ્યોગકારો માટે ફાયદારૂપ સાબિત થશે કારણ કે, જોબવર્ક કરાવ્યા બાદ ભરપાઈ કરવાના પાંચ ટકા જીએસટી બાદ મળતા ન હતા. આમ મોટી રકમ જીએસટીમાં જમા થતી હતી. આ મામલે સુરતના હીરાઉદ્યોગના અગ્રણીઓ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલતી હીરાઉદ્યોગની માગનો અંત આવ્યો હતો.