વીડિયો: ફોરેન કંપનીના લોગોનો ઉપયોગ કરી વાસણ ધોવાના લિક્વિડ અને ફિનાઈલનો ગોરખધંધો

ભરૂચના મારુતિ નગરમાંથી ફોરેન કંપનીના લોગોનો ઉપયોગ કરી વેપાર કરતી કંપની પર  એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે એક શખ્સની અટક કરી છે.

Mr clean નામની કંપનીના લોગો નો ઉપયોગ કરી વાસણ ધોવાનું લિક્વિડ અને ફીનાઇલનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે અરજીના આધારે છાપો મારીને એક આરોપીની અટકાયત કરી છે. જ્યાં આ લિક્વિડનું ઉત્પાદન કરવામાં આવતું તે કારખાનાની તપાસ કરવામાં આવી હતી.

જૂઓ પોલીસ રેડનો વીડિયો…