વીડિયો: વેલકમ નવરાત્રી: ગોંડલમાં ખેલાયા હેલ્મેટ ગરબા, ટ્રાફિક નિયમોને લઈ ખૈલેયાઓએ આપ્યો આવો મેસેજ

સમગ્ર ગુજરાતમાં નવલા નોરતાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોઈ પણ વાતને ગરબા સાથે જોડવામાં ગુજરાતીઓને મહારત હાંસલ છે. પાછલા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરી નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હેલ્મેટનું મહત્વ  સમજાવવા માટે વેલકમ નવરાત્રીના આયોજનમાં ખૈલેયાઓએ હેલ્મેટ પહેરી ગરબા રમ્યા હતા. યુવક અને યુવતીઓએ હેલ્મેટ સાથે ગરબા રમતા સોશિયલ મીડિયામાં તેની સરાહના કરવામાં આવી રહી છે.

સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે ગોંડલના વાણંદ સમાજ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં લોકોએ ટ્રાફિકના નવા નિયમો અંગે સામાજિક જાગૃતિ આણવાનું કામ કર્યું અને હેલ્મેટ પહેરીને ગરબા રમ્યા હતા. સમાજમાં શૂભ સંદેશો પહોંચાડવાના આવા અનોખા પ્રયાસની પ્રશંસા કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે હેલ્મેટની સારસંભાળ મુશ્કેલ હોવાનું જણાવી કેટલાક લોકો શહેરી વિસ્તારોમાં હેલ્મેટનો વિરોધ કરી રહ્યા છે. પણ ગરબા રમીને યુવક અને યુવતીઓએ હેલ્મેટની સંભાળ મુશ્કેલ હોવાની વાતનો છેદ ઉડાડી દીધો છે. સાથે જ લોકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.

જૂઓ વીડિયો…