મહારાષ્ટ્ર અને હરિયાણમાં ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છ. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી તારીખોની જાહેરાત કરી છે. જાહેરાત મુજબ 21મી ઓક્ટોબરે મતદાન યોજવામાં આવશે અને 124 ઓક્ટોબર પરિણામ જાહેર કરવામાં આવશે. બન્ને રાજ્યોમાં એકી સાથે ચૂંટણી યોજવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ઈવીએમ સંપૂર્ણ રીતે સલામત છે. ઈવીએમ અને વીવીપેટ મશીનોને ડબલ લોકમાં રાખવામાં આવશે. કોઈ પણ ઉમેદવાર અને તેમના સમર્થકો એક નિશ્ચિત અંતરેથી ઈવીએમના સ્ટ્રોન્ગ રૂમ પર નજર રાખી શકે છે.
ચૂંટણી પંચ આ દરમિયાન ઉમેદવારો, પાર્ટીઓના સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યોની 64 સીટ પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે.
- નોટીફિકેશનની અંતિમ તારીખ: 27 ઓક્ટોબર
- સ્ક્રૂટીનીની તારીખ: 4 ઓક્ટોબર
- નામાંકન પરત ખેંચવાની તારીખ: 7 ઓક્ટોબર
- ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ: 19 ઓક્ટોબર
- મતદાન: 21 ઓક્ટોબર
- પરિણામ: 24 ઓક્ટોબર