સરવેમાં બહાર આવ્યા ચોંકાવનારા આંકડા: નોકરીને લઈ 47 ટકા લોકોમાં છે ટેન્શન

આર્થિક સુસ્તીની સ્થિતી વચ્ચે રોજગારીને લઇને હાલમાં નિરાશાજનક ચિત્ર ઉપસી રહ્યુ છે. નોકરીને લઇને 47 ટકા લોકો નાખુશ દેખાઇ રહ્યા છે. સુધારાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. મોદી સરકાર માટે આ ચિત્ર પરેશાની ઉભી કરી શકે છે. આરબીઆઇના ઇન્ડિયન કન્ઝ્‌યુમર કોન્ફિડેન્સ સરવેમાં આ મુજબની ચિંતા સપાટી પર આવી છે. જો કે વર્ષમાં સુધારા થવાના સંકેત પણ દેખાઇ રહ્યા છે.

47 ટકા લોકો માની રહ્યા છે કે નોકરીને લઇને સ્થિતી ખરાબ થઇ રહી છે. સાથે સાથે લોકને અર્થવ્યવસ્થામાં પણ સુધારા નજરે પડી રહ્યા નથી. આ બાબત ભારતીય રીઝર્વ બેંકના સર્વેમાં સપાટી પર આવી છે. સર્વેના આંકડા દર્શાવે છે કે 47 ટકા લોકો માની રહ્યા છે કે નોકરીને લઇને સ્થિતી ખરાબ થઇ રહી છે. આવુ વિચારનાર લોકોની સંખ્યા નવેમ્બર 2917ની તુલનામાં સૌથી વધારે છે. જો કે સરવેમાં સામેલ રહેલા 54 ટકા લોકો માની રહ્યા છે કે આગામી 12 મહિનામાં નોકરીના ચિત્રમાં ઉલ્લેખનીય સુધારો થનાર છે. આવી જ રીતે અર્થવ્યવસ્થામાં સુધારા થશે તેમ માનનાર લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. જો કે કેટલાક લોકો નિરાશ પણ દેખાઇ રહ્યા છે.

ઉત્તર આપનાર લોકો આશાવાદી પણ દેખાઇ રહ્યા છે. ગયા મહિનામાં 13 શહેરોને આવરી લઇને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્તમાન સ્થિતીને લઇને કેટલાક લોકો નાખુશ દેખાઇ રહ્યા છે. જો કે જાણકાર લોકોનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લેવામાં આવેલા પગલાની અસર એકદમ વહેલી તકે દેખાશે નહીં. પરિણામ આવવામાં વિલંબ થઇ શકે છે. સાલભરમાં સ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો થશે તેમ માનનાર લોકોની સંખ્યા હાલમાં ઓછી છે.