રાજકોટમાં પોલીસ પાર્ટીમાં પકડાયેલા દારુડીયાઓની આ રહી યાદી, પોલીસવાળા પર સસ્પેન્શનની લટકતી તલવાર

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ક્રિષ્ના વોટર પાર્કમાં શહેર એસઓજીના નિવૃત એએસઆઇ રાજભા ખાનભા વાઘેલાના જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ જામી હોવાની બાતમી મળતાં  ડીસીપી ઝોન-1, એસીપી ઉત્તરની રાહબરી-સુચના હેઠળ કુવાડવા પોલીસ, બી-ડિવીઝન પોલીસ, એ-ડિવીઝન પોલીસે દરોડો પાડતાં ભારે ઉહાપોહ મચી ગયો હતો.

જન્મદિવસની પાર્ટીમાં પોલીસ ચોપડે થયેલી નોંધ મુજબ 30 લોકો હતાં. જેમાં સૂર્યકાંત હોટેલવાળા તખુભા તલાટીયા સહિત 10 લોકો કેફી પ્રવાહી પીધેલા જણાતાં તેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી બાદ આ તમામને જામીન મુકત કરવામાં આવ્યા હતાં. બાકીના 20 લોકો નશો કરેલા જણાયા નહોતાં. આમ છતાં તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. દારુ પીધેલી હાલતમાં જણાઈ આવેલા અને પાર્ટીમાં હાજર રહેલા પોલીસવાળા સામે હવે શિસ્તનો કોરડો વિંઝાય તેવી શક્યતા જોવા મળી રહી છે. પોલીસ સૂત્રો મુજબ તમામ પર સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.

આ 10 જણા પીધેલી હાલતમાં જણાયા

 • જયેન્દ્રસિંહ ભુપતસિંહ ગોહિલ (ઉ.60-રહે. હસનવાડી શેરી નં-, રાજકોટ)
 • સુખદેવસિંહ નટવરસિંહ ચોૈહાણ (ઉ.51-રહે. રામધામ-1 કાલાવડ રોડ રાજકોટ)
 • ભરતભાઇ હરિશંકરભાઇ ભરાડ (ઉ.63-રહે. ‘ઘનશ્યામ’, યુનિયન બેંક સોસાયટી એરોડ્રામ રોડ ફાટક પાસે રાજકોટ)
 • હર્ષદભાઇ હરિભાઇ ઝાલા (ઉ.68-રહે. પૂજા પાર્ક એપાર્ટમેન્ટ, વિકાસ નગર રોડ, પાલડી અમદાવાદ)
 • કૃષ્ણરાજસિંહ દાદુભા જાડેજા (ઉ.61-રહે. બજરંગવાડી-3, કોપરસીટી જામનગર રોડ, રાજકોટ- રિટાયડ આર્મીમેન)
 • તખુભા રામસિહ તલાટીયા (ઉ.63-રહે. ઇન્દ્રપ્રસ્થનગર, સૂર્યોદય ઉપાશ્રયવાળી શેરી, રાજકોટ)
 • જયંતિભાઇ લક્ષમણભાઇ તલસાણીયા (ઉ.63-રહે. જનકપુરી કોમ્પલેક્ષ બ્લોક નં. 64/10 યુનિવર્સિટી રોડ, રાજકોટ)
 • રમેશ ઘોઘાભાઇ સિંધવ (ઉ.40-રહે. સંત કબીર રોડ પાંજરા પોળ પાસે, રાજકોટ)
 • ચંદ્રકાંતભાઇ અમરચંદ મહેતા (ઉ.65-રહે. રાજશ્રી ટોકિઝ પાસે, 21-પ્રહલાદ પ્લોટ, રાજકોટ)
 • રમણિક લક્ષમણભાઇ ઝીંઝવાડીયા (ઉ.52-રહે. માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટર નં. ઇ-2/-રાજકોટ)

આ 20 લોકોના પણ બ્લડ સેમ્પલ લેવાયા

 • રાજેન્દ્રસિંહ ખાનુભા વાઘેલા (ઉ.61-રહે. નિર્મળા સ્કૂલ પાસે, રાજકોટ નિવૃત એએસઆઇ)
 • કનકસિંહ જસવંતસિંહ ચોૈહાણ (ઉ.59-રહે. રાજકોટ-નિવૃત પો. કોન્સ્ટેબલ)
 • ચંદુભા દેવુભા રાણા (ઉ.62-રહે. યુનિવર્સિટી રોડ, નિવૃત એએસઆઇ)
 • નિર્મળસિંહ દિગ્વીજયસિંહ ઝાલા (ઉ.62-રહે. યુનિવર્સિટી રોડ, નિવૃત એેએસઆઇ)
 • ગજુભા જીલુભા રાણા (ઉ.63-રહે. રૂડાનગર-1, નિવૃત એએસઆઇ)
 • જયપાલસિંહ કૃષ્ણસિંહ ઝાલા (ઉ.34-રહે. કોપરસીટી જામનગર રોડ)
 • અજયસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા (ઉ.36-રહે. કાલાવડ રોડ)
 • ધર્મેશ પ્રવિણભાઇ મકવાણા (ઉ.37-રહે. ગોંડલ રોડ રાજકોટ)
 • ગૌતમભાઇ મનરૂપજી રાવલ (ઉ.75-રહે. કરણપરા-નિવૃત ડીવાયએસપી)
 • સિધ્ધરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા (રહે. રેલનગર-રાજકોટ)
 • મયુર પ્રદિપભાઇ રાવલ (ઉ.34-રહે. રેસકોર્ષ પાર્ક-રાજકોટ)
 • રઘુવીરસિંહ જોરૂભા વાઘેલા (ઉ.37-રહે. આલાપ એવન્યુ-રાજકોટ)
 • હુશેન અબ્દુલભાઇ ઠેબા (ઉ.34-રહે. રાજકોટ)
 • સંજય ટપુભાઇ ચોૈહાણ (ઉ.38-રહે. કાલાવડ રોડ, રાજકોટ)
 • જયેશ ગિરીશભાઇ નિમાવત (ઉ.31-રહે. બાલંભા તા. જોડીયા)
 • પ્રવિણ ભુપતભાઇ જાદવ (ઉ.50-રહે. વાણીયાવાડી-રાજકોટ)
 • પ્રિયાંક અશોકભાઇ રાઠોડ (ઉ.28-રહે. વાણીયાવાડી)
 • મુકેશ ભરતભાઇ ધ્રાંગીયા (ઉ.25-રહે. 80 ફુટ રોડ, રાજકોટ)
 • કૌશલ દેવેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.28-રહે. માસ્તર સોસાયટી-રાજકોટ)
 • દિપક બકુલભાઇ અગ્રાવત (ઉ.41-રહે. બજરંગવાડી-રાજકોટ)